આઇટી નોટિસ મળ્યા બાદ ટેક્સપેયરને જવાબ આપવા માટે સામાન્ય રીતે 15 દિવસનો સમય મળે છે. જો ટેક્સપેયર નિર્ધારિત સમયગાળામાં ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસનો પ્રત્યુત્તર ન આપી શકે તો તેઓ સ્થાનિક ઇન્કમ ટેક્સ ઓફિસરને સમયમર્યાદા વધારવા માટે વિનંતી કરી શકે છે.
Income Tax Notices: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગમાં તમે બોગસ ટેક્સ કપાત અથવા ટેક્સ મુક્તિનો દાવો કરનાર ટેક્સપેયર મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તાજેતરમાં કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગ પગારદાર ટેક્સપેયર્સને નોટિસ મોકલી રહ્યું છે, જેમાં તેમના દ્વારા ITRમાં ક્લેમ કરાયેલા કર મુક્તિ અને કપાતનો પુરાવો માંગવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સના નિયમો ટેક્સપેયર્સને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ઘણી ટેક્સ મુક્તિઓ અને ટેક્સ કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. જો કે, નિષ્ણાંતો કહે છે કે ટેક્સપેયર્સ તેમના આવકના રિટર્નમાં ખોટા અથવા બોગસ કપાતનો દાવો કરે છે તેઓ આવકવેરા વિભાગનું ધ્યાન ખેંચી શકે છે અને તેમને નોટિસ ફટકારવામાં આવી શકે છે.
નિષ્ણાંતોના મતે “આવકવેરા વિભાગ ઘણા સોર્સમાંથી ટેક્સપેયરની આવક અને ખર્ચ વિશે વિપુલ માહિતી એકઠી કરી શકે છે. જ્યારે પણ ટેક્સપેયર દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ફાઇલ કરવામાં આવેલી માહિતી અને સ્વતંત્ર સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતી વચ્ચે વિસંગતતા હોય ત્યારે આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવવાની શક્યતા વધી જાય છે.”
ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળ્યા પછી તમારે શું કરવું જોઈએ?
હાલના સમયમાં આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર નોટિસ મોકલવામાં આવે છે. ટેક્સ એક્સપર્ટ્સ કહે છે કે, પગારદાર વ્યક્તિઓએ આવકવેરા વિભાગની કોઈપણ નોટિસનો સમયસર જવાબ મોકલવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી નોટિસનો પ્રત્યુત્તરમાં આપવામાં વિલંબ એ તમારા કેસને બગાડી શકે છે.
નિષ્ણાંતોના મતે “જો કોઈ ટેક્સપેયરને ટેક્સ વિભાગ તરફથી આવી નોટિસ મળે છે, તો તેણે નોટિસમાં ઉલ્લેખિત તમામ મુદ્દાઓનો નિર્ધારિત સમય મર્યાદામાં સમયસર જવાબ આપવાની ખાતરી કરવી જોઈએ. વધુમાં, કોઈપણ ઇન્ડેક્સ કાર્યવાહીના કિસ્સામાં ટેક્સપેયર્સે કોઈપણ સંબંધિત કપાત, મુક્તિ, ભથ્થાં અથવા રિબેટ વગેરેનો દાવો કરવા માટે સબુતના પુરાવા તરીકે કોઈપણ સંબંધિત રસીદો, વાઉચર્સ, ઇન્વૉઇસેસ અથવા અન્ય કોઈપણ દસ્તાવેજ જેવા તમામ સહાયક ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જોઈએ.”
આવકવેરાની નોટિસ ક્યારે આવે?
ટેક્સ એક્સપર્ટ્સના મતે, જો આવકવેરા વિભાગને તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં કોઈ ભૂલ જણાય તો તમને નોટિસ મળી શકે છે. નિષ્ણાંતોના મતે “જો તમે તમારા રિટર્નમાં ઉલ્લેખિત કપાત અને તમારા એમ્પ્લોયર તરફથી TDS સર્ટિફિકેટ (ફોર્મ16) વચ્ચે વિસંગતતા હશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને આઇટી નોટિસ મોકલી શકે છે. જો તમારી કરપાત્ર આવક પાછલા વર્ષો કરતાં ઓછી હશે તો પણ નોટિસ મળી શકે છે.”
નોટિસનો જવાબ કેટલા દિવસમાં આપી શકીએ
આઇટી નોટિસ મળ્યા બાદ ટેક્સપેયરને જવાબ આપવા માટે સામાન્ય રીતે 15 દિવસનો સમય મળે છે. જો ટેક્સપેયર નિર્ધારિત સમયગાળામાં ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસનો પ્રત્યુત્તર ન આપી શકે તો તેઓ સ્થાનિક ઇન્કમ ટેક્સ ઓફિસરને સમયમર્યાદા વધારવા માટે વિનંતી કરી શકે છે.