મોંઘવારીનો આંચકો! માર્ચમાં રિટેલ ફુગાવો વધીને 3.4% થયો, ખાવા-પીવાની ચીજો અને સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો | Moneycontrol Gujarati
Get App

મોંઘવારીનો આંચકો! માર્ચમાં રિટેલ ફુગાવો વધીને 3.4% થયો, ખાવા-પીવાની ચીજો અને સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો

દેશમાં માર્ચ 2026માં રિટેલ મોંઘવારી વધીને 3.4% પર પહોંચી છે. ખાવા-પીવાની વસ્તુઓ અને સેવાઓ મોંઘી થતા સામાન્ય માણસના બજેટ પર અસર પડી છે. જાણો કઈ વસ્તુઓ મોંઘી થઈ અને કઈ સસ્તી.

અપડેટેડ 04:59:33 PM Apr 13, 2026 પર
Story continues below Advertisement
આંકડા દર્શાવે છે કે શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રહેવું વધુ મોંઘું બન્યું છે. માર્ચમાં ગ્રામીણ CPI ફુગાવો 3.63% રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર 3.11% નોંધાયો હતો.

દેશની સામાન્ય જનતા માટે મોંઘવારી મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2026માં રિટેલ મોંઘવારી દરમાં વધારો નોંધાયો છે. 13 એપ્રિલના રોજ જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો વધીને 3.4% પર પહોંચી ગયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 3.2% હતો. આ વધારા પાછળ મુખ્યત્વે ખાવા-પીવાની ચીજવસ્તુઓના વધતા ભાવ જવાબદાર હોવાનું મનાય છે. જોકે, એક રાહતની વાત એ છે કે મોંઘવારી હજુ પણ રિઝર્વ બેંકના 4% ના લક્ષ્યાંકથી નીચે છે.

ખાવા-પીવાની ચીજોએ બજેટ બગાડ્યું

માર્ચ મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન (ખોરાકનો ફુગાવો) વધીને 3.87% થયો છે, જે ફેબ્રુઆરીમાં 3.47% હતો. આનો સીધો અર્થ એ છે કે રસોડામાં વપરાતી રોજીંદી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખોરાકનો ફુગાવો 3.96% અને શહેરી વિસ્તારોમાં 3.71% નોંધાયો છે.

શહેરો કરતા ગામડાઓમાં મોંઘવારી વધુ

આંકડા દર્શાવે છે કે શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રહેવું વધુ મોંઘું બન્યું છે. માર્ચમાં ગ્રામીણ CPI ફુગાવો 3.63% રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર 3.11% નોંધાયો હતો. એકંદરે CPI ઇન્ડેક્સ માર્ચમાં વધીને 104.84 થયો છે, જે ગયા વર્ષે માર્ચમાં 101.39 હતો.


કયા ક્ષેત્રમાં કેટલો ભાવવધારો થયો?

પર્સનલ કેર અને સેવાઓ: આ ક્ષેત્રમાં સૌથી વધુ 18.65% નો જંગી વધારો જોવા મળ્યો છે.

પાન અને તમાકુ: અહીં મોંઘવારી 4.23% રહી છે.

કપડાં અને ફૂટવેર: આ કેટેગરીમાં ભાવ 2.75% વધ્યા છે.

ટ્રાન્સપોર્ટ: પરિવહન ક્ષેત્રે ફુગાવો 0% રહ્યો છે, એટલે કે મુસાફરીના ખર્ચમાં ખાસ ફેરફાર થયો નથી.

શું મોંઘું થયું અને શું સસ્તું?

બજારમાં કેટલીક વસ્તુઓના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે તો કેટલીક વસ્તુઓ સસ્તી પણ થઈ છે.

આ વસ્તુઓ મોંઘી થઈ: ચાંદીના ઘરેણાંના ભાવમાં 148.61% અને સોના-હીરાના ઘરેણાંમાં 45.92% નો તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત ટામેટા (35.99%), ફ્લાવર (34.11%) અને કોપરા (45.52%) ના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.

આ વસ્તુઓ સસ્તી થઈ: ડુંગળીના ભાવમાં 27.76% નો ઘટાડો થયો છે. બટાકા 18.98%, લસણ 10.18%, તુવેર દાળ 9.56% અને ચણા 7.87% સસ્તા થયા છે.

તેલંગાણામાં સૌથી વધુ મોંઘવારી

રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા 5.83% ફુગાવા સાથે દેશમાં મોખરે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ (4.05%), કર્ણાટક (3.96%), તમિલનાડુ (3.77%) અને રાજસ્થાન (3.64%) નો ક્રમ આવે છે.

નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં મોંઘવારી હજુ વધી શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે શિપિંગ અને વીમા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, જેની સીધી અસર આયાતી વસ્તુઓ અને અન્ય ક્ષેત્રોના ભાવ પર પડી શકે છે.

આ પણ વાંચો-સુઝલોન એનર્જીના શેરમાં નીચલા સ્તરેથી 20% નો શાનદાર ઉછાળો: શું અત્યારે ખરીદી કરવી જોઈએ? જાણો નિષ્ણાતોએ આપ્યો કેટલો ટાર્ગેટ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 13, 2026 4:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.