ITR Filing : ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ઘણી વખત ટેક્સપેયર્સ તેમની ટેક્સ જવાબદારી કરતાં વધુ કર ચૂકવે છે. આવી સ્થિતિમાં, આવકવેરા વિભાગ તેમને વધારાની રકમ પરત કરે છે. આને રિફંડ કહેવામાં આવે છે. વિભાગ આ નાણાં કરદાતાના બેન્ક એકાઉન્ટમાં મોકલે છે. તેની પ્રોસેસને પારદર્શક અને સરળ બનાવવા માટે આવકવેરા વિભાગે સમગ્ર પ્રોસેસને ઓનલાઈન કરી છે. આનાથી રિફંડની પ્રોસેસ માટે લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. જો કે, ટેક્સપેયર્સના બેન્ક એકાઉન્ટમાં રિફંડની રસીદ ઘણા પરિબળો પર આધારિત છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.



