Jioના 2 નવા ધાંસૂ પ્લાન! હવે ડેઈલી ડેટા લિમિટની ઝંઝટ ખતમ, અનલિમિટેડ 4G-5G ડેટા સાથે OTT અને 4,000નું Canva Pro મળશે બિલકુલ ફ્રી
Jio Happy New Year 2.0 Offer: રિલાયન્સ જિયોએ 'Happy New Year 2.0' ઓફર હેઠળ 399 અને 3,999 ના પ્રીપેડ પ્લાનમાંથી ડેઈલી ડેટા લિમિટ હટાવી દીધી છે. હવે અનલિમિટેડ 4G-5G ડેટા સાથે Canva Pro અને OTT ફ્રી મળશે. જાણો વિગતો.
અગાઉ આ બંને પ્લાન્સમાં રોજ 2.5GB ડેટાની મર્યાદા મળતી હતી, પરંતુ હવે યુઝર્સને કોઈપણ ડેઈલી લિમિટ વગર અનલિમિટેડ 4G અને 5G ડેટાનો લાભ મળશે.
Jio Happy New Year 2.0 Offer: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો એ પોતાના પ્રીપેડ ગ્રાહકોને એક જબરદસ્ત ભેટ આપી છે. કંપનીએ પોતાની 'Happy New Year 2.0' ઓફર હેઠળ 399 અને 3,999 વાળા બે શાનદાર પ્રીપેડ રિચાર્જ પ્લાન્સમાં મોટો ફેરફાર કર્યો છે અને તેમાંથી ડેઈલી ડેટા લિમિટ સંપૂર્ણપણે હટાવી દીધી છે.
અગાઉ આ બંને પ્લાન્સમાં રોજ 2.5GB ડેટાની મર્યાદા મળતી હતી, પરંતુ હવે યુઝર્સને કોઈપણ ડેઈલી લિમિટ વગર અનલિમિટેડ 4G અને 5G ડેટાનો લાભ મળશે. સૌથી ખાસ વાત એ છે કે જે વિસ્તારોમાં હજુ સુધી 5G નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાંના 4G યુઝર્સ પણ હવે ડેટા પૂરો થવાની ચિંતા કર્યા વગર બેફિકર થઈને ઈન્ટરનેટ વાપરી શકશે. આ સાથે જ બંને પ્લાન્સમાં ફ્રી OTT સબસ્ક્રિપ્શન, ક્લાઉડ સ્ટોરેજ અને Canva Pro જેવા પ્રીમિયમ ડિજિટલ ફાયદાઓ પણ ઉમેરવામાં આવ્યા છે.
Jioનો 399 વાળો પ્લાન: ઓછી કિંમતમાં મોટા ફાયદા
જિયોએ 399 વાળા રિચાર્જને પોતાના નવા ફ્લેગશિપ મંથલી પ્લાન તરીકે રજૂ કર્યો છે. તેમાં મળતા મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
વેલિડિટી અને કોલિંગ: આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજ 100 SMS મળે છે.
અનલિમિટેડ ડેટા: પૂરા 28 દિવસ સુધી કોઈપણ ડેઈલી લિમિટ વગર અનલિમિટેડ 4G અને 5G ડેટા મળશે.
12 મહિનાનું Canva Pro બિલકુલ ફ્રી: આ પ્લાન સાથે પૂરા 1 વર્ષ માટે Canva Pro સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે, જેની બજાર કિંમત લગભગ 4,000 છે. તેમાં 14 કરોડથી વધુ પ્રીમિયમ ફોટો-વીડિયો, 20 લાખથી વધુ ટેમ્પલેટ્સ, બેકગ્રાઉન્ડ રિમૂવર, મેજિક રિસાઈઝ, 5 બ્રાન્ડ કિટ્સ અને 100GB ક્લાઉડ સ્ટોરેજ જેવા શાનદાર ફીચર્સ મળે છે.
OTT અને મનોરંજન: યુઝર્સને JioHotstar Mobile, હોલીવુડ કન્ટેન્ટ અને JioTV દ્વારા FanCode નું સબસ્ક્રિપ્શન મફત મળે છે.
અન્ય ડિજિટલ ફાયદા: પ્લાનમાં JioGames મોબાઈલ સબસ્ક્રિપ્શન, 50GB JioAICloud સ્ટોરેજ, JustDial Lite, હાઈપરલોકલ કૂપન અને ડિજિટલ ડાયરીની સુવિધા પણ સામેલ છે.
Jioનો 3,999 વાળો એન્યુઅલ પ્લાન: આખા વર્ષની રજા
જે યુઝર્સ વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગે છે, તેમના માટે જિયોનો 3,999 વાળો વાર્ષિક પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનો રોજનો ખર્ચ માત્ર 10.96 જેટલો જ પડે છે:
વેલિડિટી અને કોલિંગ: આ પ્લાનમાં પૂરા 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS ફ્રી મળે છે.
અનલિમિટેડ ડેટા: આખું વર્ષ કોઈપણ દૈનિક મર્યાદા વગર અનલિમિટેડ 4G અને 5G ડેટાનો ઉપયોગ કરી શકાય છે.
12 મહિનાનું Canva Pro Lite ફ્રી: વાર્ષિક પ્લાન સાથે કંપની 12 મહિનાનું Canva Pro Lite સબસ્ક્રિપ્શન મફત આપી રહી છે, જેની કિંમત 1,590 છે. તેમાં પ્રીમિયમ ટેમ્પલેટ્સ, બેકગ્રાઉન્ડ રિમૂવર, 3 બ્રાન્ડ કિટ્સ અને 50GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે.
OTT અને ક્લાઉડ સ્ટોરેજ: આ પેકમાં પણ JioHotstar Mobile, હોલીવુડ કન્ટેન્ટ, JioTV ના માધ્યમથી FanCode અને 50GB JioAICloud સ્ટોરેજ બિલકુલ મફત આપવામાં આવી રહ્યું છે.
15, 25 અને 50ના નવા ડેટા એડ-ઓન પેક્સ પણ લોન્ચ
મુખ્ય પ્લાન્સ ઉપરાંત જિયોએ ઓછા બજેટમાં વધારાનો ડેટા ઈચ્છતા યુઝર્સ માટે ત્રણ નવા એડ-ઓન (Add-on) વાઉચર પણ રજૂ કર્યા છે:
* 50 નાઈટ ડેટા પેક: 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અનલિમિટેડ 4G અને 5G ડેટા મળશે, જે તમારા મુખ્ય પ્લાનના ડેટાને કોઈ અસર કરશે નહીં.