March WPI Data: મોંઘવારીનો ડામ! જથ્થાબંધ મોંઘવારી દર 3 વર્ષની સર્વોચ્ચ સપાટીએ, માર્ચમાં વધીને 3.88% થયો | Moneycontrol Gujarati
Get App

March WPI Data: મોંઘવારીનો ડામ! જથ્થાબંધ મોંઘવારી દર 3 વર્ષની સર્વોચ્ચ સપાટીએ, માર્ચમાં વધીને 3.88% થયો

ભારતમાં માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને 3.88% પર પહોંચ્યો છે, જે છેલ્લા 38 મહિનામાં સૌથી વધુ છે. ક્રૂડ ઓઈલ અને ઇંધણના વધતા ભાવને કારણે સામાન્ય જનતા પર બોજ વધવાની આશંકા છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

અપડેટેડ 01:33:06 PM Apr 15, 2026 પર
Story continues below Advertisement
જથ્થાબંધ બજારમાં ખાવા-પીવાની વસ્તુઓની મોંઘવારી ફેબ્રુઆરીના 3.47% થી વધીને માર્ચમાં 3.87% થઈ છે.

March WPI Data: ભારતમાં સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને 3.88% પર પહોંચી ગયો છે. ફેબ્રુઆરીમાં આ દર 2.13% હતો, જે હવે 38 મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. જથ્થાબંધ મોંઘવારીની સાથે છૂટક મોંઘવારીમાં પણ વધારો જોવા મળ્યો છે, જે 3.21% થી વધીને 3.40% થઈ ગઈ છે.

ક્રૂડ ઓઈલ અને ઇંધણે વધાર્યું ટેન્શન

આ વખતે મોંઘવારી વધવા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને એનર્જી ખર્ચમાં થયેલો વધારો છે. સૌથી વધુ ઉછાળો ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં જોવા મળ્યો છે.

ક્રૂડ પેટ્રોલિયમ: ફેબ્રુઆરીમાં આ સેક્ટરમાં 1.29% નો ઘટાડો હતો, જે માર્ચમાં વધીને સીધો 51.57% પર પહોંચી ગયો છે.

ઇંધણ અને વીજળી: આ સેક્ટરમાં મોંઘવારી વધીને 1.05% થઈ છે. પેટ્રોલના ભાવમાં 2.5% અને હાઈ-સ્પીડ ડીઝલમાં 3.26% નો વધારો નોંધાયો છે.


ખાવા-પીવાની ચીજો પર શું થઈ અસર?

જથ્થાબંધ બજારમાં ખાવા-પીવાની વસ્તુઓની મોંઘવારી ફેબ્રુઆરીના 3.47% થી વધીને માર્ચમાં 3.87% થઈ છે.

શું મોંઘું થયું?

ઈંડા, માંસ અને માછલીના ભાવમાં 6.63% નો વધારો થયો છે. ફળોમાં 2.11% અને દૂધમાં 2.62% ની મોંઘવારી જોવા મળી છે.

ક્યાં મળી રાહત?

કેટલીક વસ્તુઓના ભાવ ઘટવાથી થોડી રાહ પણ મળી છે. ઘઉંના ભાવમાં 4.6% અને દાળમાં 5.17% નો ઘટાડો થયો છે. આ ઉપરાંત ડુંગળી અને બટાકાના ભાવ પણ કાબૂમાં રહ્યા છે, જેના કારણે કુલ ખાદ્ય મોંઘવારી બહુ વધારે વધી નથી.

મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ પર દબાણ

જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની મોંઘવારી દર પણ 2.92% થી વધીને 3.39% થઈ ગઈ છે. કાચા માલ અને એનર્જી મોંઘી થવાને કારણે કાપડ, કેમિકલ્સ, ચામડાની વસ્તુઓ અને મેટલના ભાવમાં વધારો થયો છે. આ સંકેત આપે છે કે ફેક્ટરીઓમાં બનતી વસ્તુઓ હવે મોંઘી થઈ રહી છે, જેની અસર ટૂંક સમયમાં ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે.

RBIનો અંદાજ

જોકે રાહતની વાત એ છે કે છૂટક મોંઘવારી હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 4% ના લક્ષ્યાંકથી નીચે છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આમ જ વધતા રહેશે, તો આવનારા મહિનાઓમાં છૂટક મોંઘવારી પણ 4% ના સ્તરને વટાવી શકે છે. સરકાર અને RBI માટે હવે મોંઘવારીને કાબૂમાં રાખવી એક મોટો પડકાર બની રહેશે.

આ પણ વાંચો-UPI પેમેન્ટમાં હવે સેકન્ડોને બદલે કલાકો લાગશે? RBI નો નવો પ્લાન જાણી લો, 10,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર થશે અસર

MoneyControl News

MoneyControl News

First Published: Apr 15, 2026 1:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.