UPI પેમેન્ટમાં હવે સેકન્ડોને બદલે કલાકો લાગશે? RBI નો નવો પ્લાન જાણી લો, 10,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર થશે અસર | Moneycontrol Gujarati
Get App

UPI પેમેન્ટમાં હવે સેકન્ડોને બદલે કલાકો લાગશે? RBI નો નવો પ્લાન જાણી લો, 10,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર થશે અસર

RBI એ UPI ફ્રોડ રોકવા માટે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે કોઈ નવા વ્યક્તિને 10,000 થી વધુ મોકલવા પર 1 કલાકની વાર લાગી શકે છે. જાણો શું છે આ નિયમ અને ઈન્ડસ્ટ્રી કેમ ચિંતિત છે.

અપડેટેડ 01:24:40 PM Apr 15, 2026 પર
Story continues below Advertisement
RBI ના નવા પ્લાન મુજબ, જો કોઈ યુઝર કોઈ એવી વ્યક્તિને પૈસા મોકલે છે જેને તેણે પહેલા ક્યારેય પેમેન્ટ કર્યું નથી, અને આ રકમ 10,000 થી વધુ હોય, તો તે ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં 1 કલાક જેટલો સમય લાગી શકે છે.

અત્યાર સુધી આપણે UPI કે ડિજિટલ પેમેન્ટ દ્વારા કોઈને પણ સેકન્ડોમાં પૈસા મોકલી શકતા હતા. પરંતુ હવે આ સ્પીડ થોડી ધીમી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓનલાઈન ફ્રોડ રોકવા માટે એક નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવ મુજબ, જો તમે કોઈ નવા વ્યક્તિને મોટી રકમ મોકલશો, તો તમારે થોડી રાહ જોવી પડી શકે છે.

શું છે RBI નો નવો પ્રસ્તાવ?

RBI ના નવા પ્લાન મુજબ, જો કોઈ યુઝર કોઈ એવી વ્યક્તિને પૈસા મોકલે છે જેને તેણે પહેલા ક્યારેય પેમેન્ટ કર્યું નથી, અને આ રકમ 10,000 થી વધુ હોય, તો તે ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં 1 કલાક જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળાને 'કૂલિંગ પિરિયડ' તરીકે ઓળખવામાં આવશે. આ નિયમ લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સાયબર ફ્રોડ અને ભૂલથી થતા ખોટા પેમેન્ટને રોકવાનો છે. જોકે, આ પ્રસ્તાવ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને તમ મ પક્ષોની સહમતિ બાદ જ તેને લાગુ કરવામાં આવશે.

ઈન્ડસ્ટ્રી અને બેંકો કેમ ચિંતિત છે?

RBI ના આ નિર્ણયથી બેંકો અને ફિનટેક કંપનીઓની ચિંતા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે UPI ની સૌથી મોટી સફળતા તેની 'સ્પીડ' અને 'સરળતા' છે. જો પેમેન્ટમાં કલાકો લાગશે, તો ડિજિટલ પેમેન્ટનો મૂળ હેતુ જ જોખમાઈ શકે છે. એક વરિષ્ઠ બેંક અધિકારીએ જણાવ્યું કે, છેતરપિંડી રોકવા માટે સિસ્ટમને ધીમી કરવાને બદલે ફ્રોડ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ.


કોને અને ક્યાં મળશે રાહ?

જોકે, RBI એ આ નિયમમાં કેટલીક રાહ પણ આપી છે જેથી સામાન્ય વ્યવહારોમાં તકલીફ ન પડે.

રજિસ્ટર્ડ મર્ચન્ટ: તમે કોઈ દુકાનદાર કે રજિસ્ટર્ડ મર્ચન્ટને પેમેન્ટ કરશો તો તેમાં કોઈ વિલંબ નહીં થાય.

જૂના ટ્રાન્ઝેક્શન: જે લોકોને તમે ભૂતકાળમાં પૈસા મોકલી ચૂક્યા છો, તેમને પૈસા મોકલતી વખતે કોઈ રાહ જોવી પડશે નહીં.

વ્હાઈટલિસ્ટ સુવિધા: યુઝર્સ તેમના ભરોસાપાત્ર સંપર્કોને 'વ્હાઈટલિસ્ટ' કરી શકશે, જેનાથી તેમને ગમે ત્યારે તરત જ પૈસા મોકલી શકાશે.

આ પણ વાંચો-Gold Bond નો જાદુ: 3,788 ના રોકાણ સામે હવે મળી રહ્યા છે 15,009; રોકાણકારોના પૈસા 5 વર્ષમાં થયા 4 ગણા!

MoneyControl News

MoneyControl News

First Published: Apr 15, 2026 1:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.