વિતેલુ વર્ષ રોમાંચક વર્ષ રહ્યું છે. નિફ્ટીમાં ગયા વર્ષમાં મોટા ફેરફાર નથી થયા. રિયલ્ટી, ઓટો, PSU બેન્ક જેવા સેકટરમાં ઘણો બધો ગ્રોથ થયો છે. ગયા વર્ષમાં જીએસટીનું ક્લેકશન રેકોર્ડ સ્તર પર થયું છે. આગળના વર્ષો માટે રોકાણની સારી તકો રહેશે. વ્યાજદરને કારણે ડેટ માર્કેટમાં અસર જોવા મળી રહી છે.
લાર્જકેપ ફંડમાં 15 થી 18 ટકા સુધીના રિટર્ન આપ્યા છે. મિડેકપ અને સ્મોલકેપમાં ખૂબ સારા રિટર્ન આપ્યા છે. બ્લુચીપ કંપનીના શૅરમાં મોટો ફેરફાર નથી. સેક્ટરના હિસાબથી ઘણો સારો ગ્રોથ આવતો દેખાઇ શકે છે. ભારત ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બની રહ્યાં છે. પાવર સેક્ટર પણ આવનારા સમય માટે રસપ્રદ રહી શકે છે.
ભારતનો રેન્યુએબલ એનર્જી પર ફોક્સ વધી રહ્યોં છે. આગલા દસ વર્ષમાં મોટી તેજી જોઇ શકશો. ઇથેનોલ બ્લેન્ડિંગ દેશ માટે મહત્વની વસ્તુ રહેશે. G20 દ્વારા આફ્રિકા સાથે નવા વેપાર સંબંધોની શરૂઆત થઈ રહી છે. સરકારની પોલિસી દ્વારા દેશના ગ્રોથની દિશા જાણી શકાશે.
એમએફ ઇન્ડસ્ટ્રી કેપિટલ માર્કેટ માટે સુરક્ષા કવચનુ કામ કરી રહી છે. એસઆઈપીના રોકાણ દર વર્ષે વધતા જઇ રહ્યાં છે. 2010-12માં MFમાં 7.5 લાખ કરોડનું ભંડોળ હતું. હાલ MFનું ભંડોળ 46 લાખ કરોડ જેટલુ થયુ છે. HNI અને NRIનાં પણ MF દ્વારા થતા રોકાણ વધ્યાં છે. રિટેલ રોકાણકારને માર્કેટની પુરી સમજ નથી ધરાવતા. MF રિટેલરોકાણકારો માટે બેસ્ટ પ્રોડક્ટ છે.
કોમ્પલીકેટેડ પ્રોડક્ટમાં રોકાણ કરવાથી બચો છે. જલ્દી પૈસા કમાવાના લોભમાં ખોટા રોકાણથી બચો છે. MFમાં 10 થી 12 વર્ષમાં ખૂબ સારા રિટર્ન મેળવી શકાશે. પોતાના જીવનના ધ્યેયને આધારે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. રોકાણના પ્રોડક્ટ તો જ ઉપયોગી જો તેના રોકાણ તમને કામ આવે છે.
મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટના મતે -
આ વર્ષે મિડકેપ સ્મોલકેપએ 22 થી 25 ટકા રિટર્ન આપ્યાં છે. મલ્ટીકેપ અને ફ્લેકસીકેપમાં રોકાણ કરી શકો છો. ઓટો સેક્ટરનો દેખાવ આ વર્ષમાં સારૂ રહ્યું છે. પોર્ટફોલિયોમાં 5 થી 7 ટકા રોકાણ સેક્ટોરિયલ ફંડમાં હોવુ જોઇએ. વ્યાજદર હવે ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ચુક્યા છે.
ડેટ ફંડ પર ટેકસશન આવતા તેની એટ્રેકટીવનેસ ઘટી રહી છે. બેલેન્સ ફંડ કે હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરી શકો છો. હાઇબ્રિડ ફંડમાં ટેકસેશનની સમસ્યાનો ઉકેલ મેળવી શકાશે. મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરી શકાય છે. P2P જેવા વિકલ્પો સારા રિટર્ન આપી શકે છે.