PAN-Aadhaar Link :પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે. આ માટે છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે જે લોકોએ આ તારીખ સુધી લિંક નથી કર્યું તેમના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. બંને કાર્ડને લિંક કરતી વખતે, ઘણા લોકોએ ફી ચૂકવ્યા પછી ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીની ફરિયાદ કરી હતી. જોકે, આવકવેરા વિભાગે શુક્રવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ મામલે સ્પષ્ટતા કરી હતી.
ટેક્સ વિભાગે તેના ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, "PAN ને આધાર સાથે લિંક કરવા માટે ચલાન રસીદ ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી. PAN ધારક પેમેન્ટ પૂર્ણ કરે કે તરત જ PAN ધારકને ચલનની નકલ સાથેનો ઈમેલ મોકલવામાં આવ્યો છે.
જો કોઈ વ્યક્તિ 30 જૂન, 2022 સુધીમાં તેના આધાર અને PANને લિંક કરવામાં નિષ્ફળ જાય છે અને તેને પછીની તારીખે લિંક કરવા માંગે છે, તો તે ટેક્સ અધિકારીઓને જાણ કરી શકે છે અને દંડ ભર્યા પછી બંનેને લિંક કરી શકાય છે. તમને જણાવી દઈએ કે PAN ને આધાર સાથે લિંક કરવાનો કાયદો 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે, 31 માર્ચ સુધી, બંને કાર્ડને લિંક ન કરવા પર કોઈ દંડ ન હતો.