Personal Finance Tips: પૈસાની તંગી દૂર કરવા અપનાવો આ 5 નિયમો, ક્યારેય ખાલી નહીં થાય તમારું ખિસ્સુ | Moneycontrol Gujarati
Get App

Personal Finance Tips: પૈસાની તંગી દૂર કરવા અપનાવો આ 5 નિયમો, ક્યારેય ખાલી નહીં થાય તમારું ખિસ્સુ

Personal Finance Tips: શું તમારી સેલેરી આવતાની સાથે જ પૂરી થઈ જાય છે? તો આજે જ જાણો Personal Financeના આ 5 જાદુઈ નિયમો. બચત અને રોકાણનું આ પ્લાનિંગ તમને આર્થિક રીતે મજબૂત બનાવશે અને મુશ્કેલ સમયમાં મદદરૂપ થશે.

અપડેટેડ 04:00:44 PM Jan 16, 2026 પર
Story continues below Advertisement
Personal Finance Tips: શું તમારી સેલેરી આવતાની સાથે જ પૂરી થઈ જાય છે? તો આજે જ જાણો Personal Financeના આ 5 જાદુઈ નિયમો.

Personal Finance Tips: આજકાલના મોંઘવારીના જમાનામાં પૈસા કમાવવા જેટલા મુશ્કેલ છે, તેનાથી પણ વધારે અઘરું કામ પૈસાને સાચવવાનું થઈ ગયું છે. મોટાભાગના નોકરિયાત લોકોની એ જ ફરિયાદ હોય છે કે પગાર ક્યારે આવે છે અને ક્યારે પૂરો થઈ જાય છે, તેની ખબર જ નથી પડતી. મહિનાનો અંત આવે ત્યાં સુધીમાં તો ખિસ્સા ખાલી થઈ જાય છે અને બચતના નામે મીંડું હોય છે.

જો તમારી સાથે પણ આવું થતું હોય અને તમે પૈસાની બચત ન કરી શકતા હોવ, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને પર્સનલ ફાઇનાન્સ (Personal Finance)ના 5 એવા ગોલ્ડન નિયમો વિશે જણાવીશું, જેનું પાલન કરીને તમે તમારા આર્થિક મેનેજમેન્ટને સુધારી શકો છો અને ભવિષ્ય માટે સારી એવી બચત પણ કરી શકો છો. ચાલો જાણીએ આ નિયમો વિશે.

1. 50-30-20 નો નિયમ અપનાવો

પૈસા મેનેજ કરવા માટે આ દુનિયાનો સૌથી લોકપ્રિય નિયમ છે. આ નિયમ મુજબ તમારે તમારી કુલ સેલેરીના ત્રણ ભાગ પાડવાના છે:

50% (જરૂરિયાત): તમારી આવકનો 50 ટકા હિસ્સો ઘરના અત્યંત જરૂરી ખર્ચમાં વાપરવો જોઈએ. જેમાં ઘરનું ભાડું, રાશન, લાઈટ બિલ, દૂધ અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થાય છે.


30% (ઈચ્છાઓ): પગારનો 30 ટકા હિસ્સો તમે તમારા શોખ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે રાખી શકો છો. જેમ કે બહાર જમવું, મૂવી જોવી કે શોપિંગ કરવી.

20% (બચત): બાકી રહેલા 20 ટકા હિસ્સાની તમારે ફરજિયાત બચત કરવી જોઈએ અને તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ.

2. ઈમરજન્સી ફંડ તૈયાર રાખો

જીવનમાં મુસીબત ક્યારેય કહીને આવતી નથી. તેથી દરેક વ્યક્તિ પાસે એક 'ઈમરજન્સી ફંડ' હોવું ખૂબ જ જરૂરી છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સના મતે, આ ફંડ તમારા મહિનાના જરૂરી ખર્ચના 3 થી 6 ગણું હોવું જોઈએ. જો અચાનક તમારી નોકરી જતી રહે, મેડિકલ ઈમરજન્સી આવે કે આવક બંધ થઈ જાય, ત્યારે આ જમા કરેલા પૈસા તમને મુશ્કેલ સમયમાં ખૂબ કામ લાગે છે.

3. EMIને આવકના 40% સુધી સીમિત રાખો

આજકાલ ક્રેડિટ કાર્ડ અને લોનની સુવિધા સરળતાથી મળી રહે છે, પરંતુ તેના ચક્કરમાં વધારે દેવું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તમારી કોઈપણ પ્રકારની લોનની કુલ EMI તમારી મહિનાની આવકના 40 ટકાથી વધારે ન હોવી જોઈએ. જો તમારી EMI આ મર્યાદા વટાવી જાય, તો તમે બચત કરી શકતા નથી અને ઘર ચલાવવામાં પણ ખેંચ પડે છે.

4. ઈન્સ્યોરન્સ (વીમો) ચોક્કસ લો

પૈસા કમાવવા અને બચાવવાની સાથે સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. માત્ર રોકાણ પર ધ્યાન આપવાને બદલે તમારે સારા ઈન્સ્યોરન્સ પ્લાન પણ લેવા જોઈએ. ખાસ કરીને 'હેલ્થ ઈન્સ્યોરન્સ' અને 'ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ' હોવા ખૂબ જરૂરી છે. આનાથી બીમારીના સમયે હોસ્પિટલના મોટા ખર્ચથી બચી શકાય છે અને પરિવારની આર્થિક સુરક્ષા પણ જળવાઈ રહે છે.

5. ઈક્વિટીમાં રોકાણ કરો

જો તમે લાંબા ગાળા માટે પૈસા રોકવા માંગતા હોવ, તો માત્ર બેંક એકાઉન્ટમાં પૈસા રાખવાને બદલે થોડું રોકાણ ઈક્વિટી એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ. લાંબા સમયે ઈક્વિટી જ તમને મોંઘવારી સામે રક્ષણ આપી શકે છે અને સારું રિટર્ન (વળતર) કમાઈને આપી શકે છે.

જો તમે શિસ્તબદ્ધ રીતે આ 5 નિયમોનું પાલન કરશો, તો ભવિષ્યમાં તમારે ક્યારેય પૈસા માટે બીજાની સામે હાથ લંબાવવો નહીં પડે.

આ પણ વાંચો- તેલના ભંડાર વાળા આ દેશમાં માત્ર 850 રૂપિયા લઈને જાવ અને બની જાવ કરોડપતિ! જાણો કેમ તળિયે બેઠી કરન્સી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2026 4:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.