Get App

PM Surya Ghar Yojana: ગુજરાતમાં હવે માત્ર 5,400માં ઘરની છત પર લાગશે સોલાર પેનલ, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરી વધારાની સબસિડી

ગુજરાત સરકારે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1,000 કરોડની વધારાની સબસિડી જાહેર કરી છે. હવે માત્ર 2,700 થી 5,400 માં સોલાર પેનલ લગાવી શકાશે. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 16, 2026 પર 5:54 PM
PM Surya Ghar Yojana: ગુજરાતમાં હવે માત્ર 5,400માં ઘરની છત પર લાગશે સોલાર પેનલ, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરી વધારાની સબસિડીPM Surya Ghar Yojana: ગુજરાતમાં હવે માત્ર 5,400માં ઘરની છત પર લાગશે સોલાર પેનલ, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરી વધારાની સબસિડી
ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય બાદ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો ખર્ચમાં મોટો ઘટાડો થયો છે.

PM Surya Ghar Yojana: ગુજરાત સરકારે રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને મોટી રાહત આપતા 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ વધારાની સબસિડી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના માટે 1,000 કરોડ રૂપિયાની વધારાની સહાયની જાહેરાત કરી છે. સરકારના આ પગલાથી હવે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું પહેલા કરતાં ઘણું સસ્તું થઈ જશે અને રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને તેનો સીધો લાભ મળવાની આશા છે.

સોલાર રૂફટોપ લગાવવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

સોલાર રૂફટોપ પેનલ લગાવવાના મામલે ગુજરાત પહેલાંથી જ દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 14 લાખથી વધુ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી ચૂકી છે.તેમાંથી 8.5 લાખથી વધુ પરિવારોએ 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ આ સુવિધાનો લાભ લીધો છે.હવે રાજ્ય સરકાર તરફથી મળનારી વધારાની સબસિડીથી આ યોજનાને વધુ વેગ મળશે. ખાસ કરીને 2 કિલોવોટની સોલાર પેનલની સુવિધાથી મધ્યમ વર્ગના પરિવારોને સૌથી વધુ ફાયદો થશે. જે ઘરોમાં દર મહિને અંદાજે 200 થી 350 યુનિટ વીજળી વપરાય છે, તેમના માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો