સામાન્ય રીતે બેન્કો સેવિંગ ખાતા ધારકોને ચેક બુક આપે છે. બેન્ક દ્વારા કરંટ ખાતા ધારકો અને સેવિંગ ખાતા ધારકો બંનેને ચેક જારી કરવામાં આવે છે. UPI અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં ચેકનું મહત્વ ખતમ નથી થયું. એટલા માટે લોકો મોટા વ્યવહારોમાં ચેકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ચેકને વ્યવહારના પુરાવા તરીકે ગણવામાં આવે છે. તમે પણ ઘણી વખત ચેક દ્વારા કોઈને પૈસા આપ્યા હશે. શું તમે જાણો છો કે બેન્ક ચેક 9 પ્રકારના હોય છે? ચાલો જાણીએ કે કયા ચેકનો ઉપયોગ ક્યાં અને ક્યારે થાય છે.

