જો તમે કાશ્મીરની મુલાકાતે જવાના છો તો શ્રીનગરના ડલ લેકમાં શિકારાની મુલાકાત લીધા વિના તમે તમારી જાતને રોકી નહીં શકો. શિકારા બુકિંગ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમે તમારા ઘરના આરામથી ડલ તળાવના શિકારા બુક કરી શકો છો. એપ આધારિત કેબ બુકિંગ કંપની ઉબેરે તેની સર્વિસનો વિસ્તાર કર્યો છે. કંપનીએ જળ પરિવહન બુકિંગ સર્વિસ શરૂ કરી છે. કંપનીએ ઉબેર શિકારા સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ દ્વારા પ્રવાસીઓ એપ દ્વારા શિકારાને અગાઉથી બુક કરાવી શકે છે. જોકે કંપનીએ આ સર્વિસ થોડા સમયથી શરૂ કરી છે. તેનો હેતુ શિકારા બુકિંગમાં રજાઓની મોસમમાં ડલ તળાવની સુંદરતા જોવા આવતા પ્રવાસીઓને મદદ કરવાનો છે.