આ નિર્ણય પાછળ ઠેલાવવાનું સૌથી મુખ્ય કારણ વેપારીઓ અને તેમના સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે. આ ઉપરાંત, આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એમ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
UPI MDR Implementation Delay: દેશભરના UPI યુઝર્સ અને ખાસ કરીને વેપારી આલમ માટે મોટા રાહતના સંકેત મળી રહ્યા છે. UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય હવે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી ટળી શકે છે. આ દરખાસ્ત હેઠળ 2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR ચાર્જ લગાવવાની યોજના છે. જોકે, સામાન્ય નાગરિકો દ્વારા એકબીજાના ખાતામાં પૈસા મોકલવા (P2P) અથવા નાના ડિજિટલ પેમેન્ટ કરવા પર કોઈ જ વધારાનો ચાર્જ લાગશે નહીં.
શા માટે ટળી શકે છે નિર્ણય? 5 રાજ્યોની ચૂંટણી અને વેપારીઓનો વિરોધ
આ નિર્ણય પાછળ ઠેલાવવાનું સૌથી મુખ્ય કારણ વેપારીઓ અને તેમના સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે. આ ઉપરાંત, આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એમ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અગાઉ 15 ઓક્ટોબરથી 2,000થી વધુના પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાગુ કરવાની તૈયારી કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફેરફાર કરીને તેનો અમલ દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. પહેલાં એવી ચર્ચા હતી કે દિવાળી બાદ આ ચાર્જ લાગુ થઈ જશે, પરંતુ મનીકંટ્રોલના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હવે નવા વર્ષ 2027 માં જ તેની અમલવારી થશે. જોકે, આ ચાર્જ ચોક્કસ કઈ તારીખથી લાગુ થશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શું છે નવું MDR ફ્રેમવર્ક? 10,000 ના પેમેન્ટ પર 40 ના બદલે માત્ર 5 ચાર્જ!
નવા માળખા હેઠળ ઓછા નફાના માર્જિન પર કામ કરતા સેક્ટર્સને મોટી રાહત આપવામાં આવી છે:
5નો કન્સેશનલ (રાહત) દર: નક્કી કરાયેલી 5 મુખ્ય કેટેગરીમાં 2,001 કે તેથી વધુ ગમે તેટલી મોટી રકમનું પેમેન્ટ કરવામાં આવે, તો પણ MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર 5 (ફ્લેટ) જ રહેશે.
ઓછા માર્જિનવાળા સેક્ટર્સને ફાયદો: આ નિર્ણય એવા ક્ષેત્રો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જ્યાં ટ્રાન્ઝેક્શનની રકમ મોટી હોય છે પરંતુ વેપારીઓનું નફાનું માર્જિન ઘણું ઓછું હોય છે.
ઉદાહરણથી સમજો: સામાન્ય નિયમ મુજબ જો કોઈ ગ્રાહક 10,000 નું UPI પેમેન્ટ કરે, તો 0.4% લેખે વેપારીએ 40 નો MDR ચૂકવવો પડે. પરંતુ ફ્લેટ-રેટ મોડેલમાં સામેલ 5 સેક્ટર્સને 10,000 ના પેમેન્ટ સામે માત્ર 5 નો જ MDR ચૂકવવો પડશે.
ફ્લેટ 5 MDR મોડેલમાં સામેલ કરવામાં આવેલા 5 મોટા વ્યવહારો
2,000થી વધુના પેમેન્ટ પર 0.4% ના બદલે માત્ર 5 નો ફિક્સ્ડ MDR નીચેના 5 ક્ષેત્રોમાં લાગુ પડશે:
પેટ્રોલ પંપ: પેટ્રોલ પંપ પર 2,000થી વધુના UPI પેમેન્ટ માટે 0.4%ના બદલે ફ્લેટ 5 MDR લાગશે. પેટ્રોલ-ડીઝલના વેચાણ પર કમિશન/માર્જિન મર્યાદિત હોવાથી પંપ સંચાલકોને ડિજિટલ પેમેન્ટ પરવડે તે માટે આ રાહત અપાઈ છે.
રેલવે ટિકિટ બુકિંગ: ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે કરવામાં આવતા 2,000 થી વધુના વ્યવહારો પર પણ ફ્લેટ 5 MDR લેવાશે. ખાસ વાત એ છે કે આ ચાર્જ મુસાફરો પાસેથી નહીં લેવાય, પરંતુ ટિકિટિંગ સેવા આપતી ઇન્ડિયન રેલવે પોતે આ ચાર્જ ભોગવશે.
ઇન્સ્યોરન્સ પ્રીમિયમ (વીમો): UPI મારફતે વીમાનું પ્રીમિયમ ભરવા પર પણ ફ્લેટ 5 નો નિયમ લાગુ થશે. પ્રીમિયમની રકમ ભલે લાખો રૂપિયામાં હોય, પરંતુ વીમા કંપની પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર 5 MDR જ વસૂલવામાં આવશે.
ટેલિકોમ સેવાઓ: મોંઘા મોબાઈલ રિચાર્જ, બ્રોડબેન્ડ કે કોર્પોરેટ કનેક્શનના 2,000 થી વધુના બિલ પેમેન્ટ પર ટેલિકોમ કંપનીઓએ પ્રતિ ટ્રાન્ઝેક્શન ફિક્સ્ડ 5 નો જ ચાર્જ આપવો પડશે.
વીજળી, પાણી અને PNG બિલ: રોજિંદા જનજીવન સાથે જોડાયેલી યુટિલિટી સેવાઓ જેવી કે વીજળીનું બિલ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બિલ અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નું બિલ 2,000 થી વધુ હોય, તો પણ સંબંધિત કલેક્શન એજન્સી કે કંપની પર માત્ર ફ્લેટ 5 MDR જ લાગશે.