RBI Policy Big Update: શું તમારી લોનની EMI વધશે? ઓક્ટોબરમાં RBI રેપો રેટ વધારી શકે છે, જાણો દિગ્ગજ બ્રોકરેજ ફર્મ્સનો દાવો | Moneycontrol Gujarati
Get App

RBI Policy Big Update: શું તમારી લોનની EMI વધશે? ઓક્ટોબરમાં RBI રેપો રેટ વધારી શકે છે, જાણો દિગ્ગજ બ્રોકરેજ ફર્મ્સનો દાવો

બેન્કિંગ સિસ્ટમમાં 15 લાખ કરોડના સરપ્લસ અને કાચા તેલના ભાવ વધારા વચ્ચે RBI ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. જાણો શું તમારી EMI ખરેખર વધશે કે રાહત મળશે?

અપડેટેડ 06:21:26 PM Sep 30, 2026 પર
Story continues below Advertisement
કાચા તેલની વધતી કિંમતો, જિદ્દી છૂટક મોંઘવારી અને દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોના કડક વલણને કારણે RBI સામે એક મોટો આર્થિક પડકાર ઊભો થયો છે.

RBI Policy Big Update : જો તમારી હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન ચાલી રહી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આગામી પોલિસી બેઠકમાં કેટલાક એવા નિર્ણયો લેવાઈ શકે છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને દર મહિનાની EMI પર પડશે.

કાચા તેલની વધતી કિંમતો, જિદ્દી છૂટક મોંઘવારી અને દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોના કડક વલણને કારણે RBI સામે એક મોટો આર્થિક પડકાર ઊભો થયો છે. ફાઇનાન્સિયલ માર્કેટમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આગામી 1 વર્ષની અંદર વ્યાજદરોમાં 125 બેસિસ પોઇન્ટ એટલે કે 1.25% સુધીનો વધારો થઈ શકે છે. જોકે, દુનિયાની મોટી બ્રોકરેજ ફર્મ્સના આ અંગે અલગ-અલગ મંતવ્યો છે.

આ બ્રોકરેજ ફર્મ્સને લાગે છે કે વ્યાજદર ઝડપથી વધશે

બેન્ક ઓફ અમેરિકા, એચએસબીસી અને મોર્ગન સ્ટેનલીનું સ્પષ્ટ માનવું છે કે મોંઘવારી પર કાબુ મેળવવા RBI એ જલ્દીથી વ્યાજદર વધારવા પડશે.

બેન્ક ઓફ અમેરિકા : આ ફર્મનો દાવો છે કે RBI ઓક્ટોબર મહિનામાં જ રેપો રેટ વધારવાનું શરૂ કરી શકે છે. તેમના મતે કુલ 100 bps (1%)નો વધારો થઈ શકે છે અને રેપો રેટ 6.25% સુધી પહોંચી શકે છે.


મોર્ગન સ્ટેનલી: આ કંપની પણ માને છે કે ઓક્ટોબરમાં 25 bpsનો વધારો થશે અને એપ્રિલ 2027 સુધીમાં રેપો રેટ 6.25% ના સ્તરે પહોંચી જશે.

બેન્કો પાસે પડેલા 15 લાખ કરોડ રૂપિયા બન્યા ચિંતાનો વિષય

HSBC અને એક્સિસ બેન્કના એનાલિસિસ મુજબ, હાલમાં બેન્કિંગ સિસ્ટમમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું જંગી લિક્વિડિટી સરપ્લસ જમા થઈ ગયું છે. FCNR(B) ડિપોઝિટ જેવી સ્કીમ્સ મારફતે વિદેશી નાણું મોટા પાયે ભારતમાં આવ્યું છે.

HSBCનું કહેવું છે કે જો આટલી મોટી રોકડ રકમને સિસ્ટમમાંથી બહાર કાઢવામાં નહીં આવે, તો મોંઘવારી ભડકી શકે છે. જોકે, RBI હાલમાં વેરિએબલ રેટ રિવર્સ રેપો અને ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા સ્થિતિ કંટ્રોલ કરી રહી છે, છતાં રેપો રેટ વધારવો જરૂરી બની શકે છે.

નોમુરાનું મંતવ્ય: ગભરાવાની જરૂર નથી

બીજી તરફ, જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરા આટલા મોટા અને આક્રમક વ્યાજદર વધારાની વાતને નકારી કાઢે છે.નોમુરાના મતે ભારતની 'કોર મોંઘવારી' ઘટીને હવે લગભગ 3% ની આસપાસ આવી ગઈ છે.ઘરેલું આર્થિક વૃદ્ધિની ગતિ થોડી ધીમી પડી હોવાથી RBI બહુ કડક પગલાં નહીં ભરે. નોમુરાનો અંદાજ છે કે RBI ઓક્ટોબર અને ડિસેમ્બરમાં માત્ર 25-25 bps ના બે નાના વધારા કરશે, જેનાથી રેપો રેટ 5.75% સુધી જશે. ત્યારબાદ 2027 ની શરૂઆતથી જ આ કડકાઈ ઓછી થવા લાગશે.

આ પણ વાંચો-Coca-Cola IPO: કોકા-કોલા ભારતમાં લાવશે પોતાનો IPO, 10 અબજ ડોલરના વેલ્યુએશન પર નજર

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 30, 2026 6:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.