Get App

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર પરિણામો બાદ જાણો બ્રોકરેજની રોકાણ સલાહ

ICICI Prudential પર સીએલએસએ એ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 620 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. બ્રોકરેજનું કહેવુ છે કે કંપનીના Q3 પરિણામ મિશ્ર રહ્યા. આ દરમ્યાન તેના APE ઘટ્યા જ્યારે VNB Margin માં સુધાર જોવામાં આવ્યો. Credit Life અને Annuity થી ગ્રોથમાં વધારો દેખાય શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2023 પર 2:45 PM
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર પરિણામો બાદ જાણો બ્રોકરેજની રોકાણ સલાહઆઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર પરિણામો બાદ જાણો બ્રોકરેજની રોકાણ સલાહ

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ એ 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત ક્વાર્ટરમાં 220.63 કરોડ રૂપિયાના સ્ટેંડઅલોન લાભ હાસિલ કર્યો છે. આ સમયમાં કંપનીના નફામાં વર્ષના આધાર પર 29 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. Q3FY23 માં કંપનીની શુદ્ઘ પ્રીમિયમ આવક વર્ષના આધાર પર 4.3 ટકા વધીને 9464.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે જણાવ્યુ છે કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 11 ટકાના વધારાની સાથે 352.53 કરોડ રૂપિયા પર રહ્યો છે. આ ક્વાર્ટરમાં અર્જિત પ્રીમિયમ વર્ષના આધાર પર 14.5 ટકાના વધારાની સાથે 3792 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે, કંપનીની કુલ આવક 13.2 ટકાના વધારાની સાથે 4362 કરોડ રૂપિયા રહી છે.

Brokerage ON ICICI Prudential

CLSA ON ICICI Prudential

સીએલએસએ એ આઈસીઆઈ પ્રૂડેંશિયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરના ટાર્ગેટ 620 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામ મિશ્ર રહ્યા. આ દરમ્યાન તેના APE ઘટ્યા જ્યારે  VNB Margin માં સુધાર જોવાને મળ્યો. Credit Life અને Annuity થી ગ્રોથમાં વધારો જોવાને મળશે.

MS On ICICI Prudential

મૉર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ પર કહ્યુ કે તેના રિટેલ પ્રોટેક્શનમાં 20 ટકાનો ગ્રોથ જોવાને મળ્યો. તેમણે આ સ્ટૉક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 630 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે.

Jefferies ON ICICI Prudential

જેફરીઝે આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ પર ખરીદારીના રેટિંગ આપીને તેનુ લક્ષ્ય 580 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. માર્જિનમાં વિસ્તારના લીધેથી VNB માં મજબૂતી જોવાને મળી પરંતુ તો પણ તે અનુમાનથી ઓછા રહ્યા.

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

Brokerage ON ICICI Lombard

MS ON ICICI Lombard

મૉર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1495 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. કંપનીનો નફો અનુમાનથી વધારે રહ્યો. કંપનીની અંડરરાઈટિંગ લૉસ અને ઈનવેસ્ટમેન્ટ ઈંકમ અનુમાનથી ઓછી રહી.

Jefferies ON ICICI Lombard

જેફરીઝે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર કહ્યુ કે કંપનીએ હેલ્થ ઈંશ્યોરેંસ અને ફાયર ઈંશ્યોરેંસમાં સારા કારોબારના ચાલતા પ્રીમિયમમાં 17 ટકાનો સારો વધારો દર્જ કર્યો છે. જો કે તેનો નફો અમારા અનુમાનથી ઓછો રહ્યો. નાણાકીય વર્ષ 23-25 માં Premium Growth & Synergies ના ચાલતા કંપનીનો નફામાં 20% CAGR નો વધારો જોવાને મળી શકે છે. બ્રોકરેજે કંપનીના સ્ટૉક પર ખરીદારીના રેટિંગની સાથે 1620 રૂપિયાના ટાર્ગેટ નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો