Get App

PB Fintech Share Price Today: CEOની સફાઈ અને બ્રોકરેજના સપોર્ટ છતાં શેરમાં 6%ની ઇન્ટ્રાડે કડાકો

PB Fintechના શેરમાં ઇન્ટ્રાડે લગભગ 6%નો ઘટાડો થયો હતો. ગ્રુપ CEO યશિશ દહિયાના રાજીનામાની અટકળો વચ્ચે શેરમાં વેચવાલી આવી હતી, જોકે દહિયાએ બાદમાં આ અહેવાલોને ખોટા ગણાવીને પોતાની ભૂમિકામાં ચાલુ રહેવાની સ્પષ્ટતા કરી હતી. Bernsteinના મતે સંભવિત ઇન્શ્યોરન્સ કમિશન નિયમોની અસર PB Fintech પર મર્યાદિત રહી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 17, 2026 પર 3:24 PM
PB Fintech Share Price Today: CEOની સફાઈ અને બ્રોકરેજના સપોર્ટ છતાં શેરમાં 6%ની ઇન્ટ્રાડે કડાકોPB Fintech Share Price Today: CEOની સફાઈ અને બ્રોકરેજના સપોર્ટ છતાં શેરમાં 6%ની ઇન્ટ્રાડે કડાકો
CEO યશિશ દહિયાના રાજીનામાની અટકળો વચ્ચે PB Fintechના શેરમાં ઇન્ટ્રાડે 6% સુધીનો ઘટાડો, બાદમાં દહિયાએ અહેવાલોને ખોટા ગણાવ્યા.

PB Fintech Shares in Focus: આજે પીબી ફિનટેકના શેરમાં લગભગ 6%નો ઘટાડો જોવા મળ્યો અને શેર ઇન્ટ્રાડે ₹1,718.10ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. કંપનીના ગ્રુપ CEO યશિશ દહિયા રાજીનામું આપવાના હોવાની અટકળોને કારણે શેરમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, CNBC-TV18ના અહેવાલ અનુસાર બાદમાં યશિશ દહિયાએ આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું કે તેઓ કંપનીમાં પોતાની વર્તમાન ભૂમિકામાં જ ચાલુ રહેશે.

બર્નસ્ટેનએ કહ્યું- પીબી ફિનટેક પર નિયમોની અસર મર્યાદિત

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેનના મતે, ઇન્શ્યોરન્સ કમિશનમાં ઘટાડાને લગતા સરકારના સંભવિત નિયમોની પીબી ફિનટેક પર અસર મર્યાદિત રહેવાની શક્યતા છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપની પર રહેલી રેગ્યુલેટરી અનિશ્ચિતતાનું દબાણ ઘટી રહ્યું છે. CNBC-TV18એ સૂત્રોના દ્વાને જણાવ્યું છે કે ઈન્શ્યોરન્સ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI) ટૂંક સમયમાં ઇન્શ્યોરન્સ કમિશન અને ડિસ્ટ્રિબ્યુશન અંગે કન્સલ્ટેશન પેપર જાહેર કરી શકે છે.

આ ડોક્યુમેન્ટમાં ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સના કમિશન અને ખર્ચની મર્યાદા અંગે ચર્ચા થઈ શકે છે. અહેવાલ મુજબ, બેન્કો દ્વારા મેળવવામાં આવતા કમિશનમાં વધુ મોટો ઘટાડો થઈ શકે છે, જ્યારે રિટેલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સમાં ઘટાડો પ્રમાણમાં ઓછો રહી શકે છે. બર્નસ્ટેનનું માનવું છે કે રેગ્યુલેટરી મુદ્દાઓ ઉદ્યોગ સાથે ચર્ચા કરીને ઉકેલવામાં આવી શકે છે અને તેનો પીબી ફિનટેક પર મર્યાદિત પ્રભાવ રહેવાની શક્યતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો