ઘરેલૂ બ્રોકરેજ ફર્મ કોટક સિક્યોરિટીઝે ઇન્ડિયા સ્ટ્રેટેજી નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી સપ્તાહમાં માર્કેટમાં પડકારો ચાલુ રહી શકે છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે બ્રોડર માર્કેટનું વેલ્યુએશન હજુ પણ ઉપરના સ્તરે યથાવત છે. કોટક સિક્યોરિટીઝે ચેતવણી આપી છે કે ભવિષ્યના ત્રિમાસિક પરિણામોમાં નબળાઈને નકારી શકાય નહીં. કંપનીઓ વૃદ્ધિને લઈને પડકારોનો સામનો કરી રહી છે, ઉપભોક્તા માંગમાં નબળાઈ અને ઊંચા સ્તરે રહેલો ફુગાવો તેના માટે સૌથી મોટા કારણો છે.