Stocks to Sell: આ સરકારી શેર 49% સુધી તૂટી શકે છે! ગોલ્ડમૅન સૅક્સે આપી મોટી ચેતવણી, રોકાણકારો સાવધાન
Indian Oil Share Price Target: ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમૅન સૅક્સે ઈન્ડિયન ઓઈલ (IOC)ના શેરમાં 49% સુધીના કડાકાની ચેતવણી આપી છે. જાણો ઓઈલ સેક્ટર, રશલાયન્સ અને ONGC માટે શું છે લેટેસ્ટ અપડેટ અને શા માટે ઓઈલ શેરો પર દબાણ છે.
Indian Oil Share Price Target: ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમૅન સૅક્સે ઈન્ડિયન ઓઈલ (IOC)ના શેરમાં 49% સુધીના કડાકાની ચેતવણી આપી છે.
Indian Oil Share Price Target: શેર બજારમાં હાલમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના શેરો પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. જો તમારી પાસે પણ ઓઈલ કંપનીઓના શેર છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમૅન સૅક્સે પોતાના નવા રિપોર્ટમાં રોકાણકારોને સાવધાન કર્યા છે. રિપોર્ટ અનુસાર, હાલની પરિસ્થિતિ જોતા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના શેરમાં મોટા ઘટાડાનું જોખમ રહેલું છે. બ્રોકરેજનું માનવું છે કે સૌથી ખરાબ સ્થિતિમાં (બેયર-કેસ) આ શેર 49% સુધી પછડાઈ શકે છે.
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા છતાં કેમ છે મુશ્કેલી?
સરકારે તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ઓઈલ કંપનીઓને થોડી રાહત ચોક્કસ મળી છે, પરંતુ ગોલ્ડમૅન સૅક્સનું કહેવું છે કે આનાથી મૂળ સમસ્યા હલ થઈ નથી.
આવો સમજીએ આખું ગણિત:
મિડલ ઈસ્ટના સંકટ પહેલા OMC કંપનીઓ માટે નફા-નુકસાન વગરનું (બ્રેક-ઈવન) સ્તર દુબઈ ક્રૂડના 70 ડોલર પ્રતિ બેરલ આસપાસ હતું. રૂપિયામાં નબળાઈ આવવાને કારણે આ સ્તર ઘટીને 67 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. હવે સરકારે ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી આ બ્રેક-ઈવન લેવલ વધીને 78 ડોલર પ્રતિ બેરલ થયું છે. પરંતુ સમસ્યા એ છે કે હાલમાં કાચા તેલની (ક્રૂડ ઓઈલ) કિંમતો 122 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. આનો સીધો મતલબ એ છે કે ક્રૂડ ઓઈલ મોંઘુ હોવાથી કંપનીઓ પર ખર્ચનું દબાણ હજુ પણ ઘણું વધારે છે.
EBITDA પર સતત વધતું દબાણ
બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, હાલના સંજોગોમાં ઓઈલ કંપનીઓનો EBITDA લોસ રન-રેટ હજુ પણ ખૂબ ઊંચો છે. આ આંકડો 2022 ના સૌથી ઊંચા સ્તર (પીક લેવલ) કરતા પણ વધારે છે. ટૂંકમાં કહીએ તો, ટેક્સમાં ઘટાડાની થોડી રાહત મળવા છતાં કંપનીઓ હજુ પણ મોટા નુકસાનનો સામનો કરી રહી છે.
IOC પર સૌથી મોટું જોખમ, BPCL-HPCL પર ન્યુટ્રલ વલણ
Indian Oil (IOC): ગોલ્ડમૅન સૅક્સના મતે, આખા સેક્ટરમાં સૌથી નબળી સ્થિતિ હાલમાં ઈન્ડિયન ઓઈલની છે. ખરાબ સ્થિતિમાં શેર 49% તૂટી શકે છે, જ્યારે સામાન્ય સ્થિતિમાં (બેસ કેસ) પણ 20% નો ઘટાડો જોવા મળી શકે છે.
BPCL અને HPCL: બ્રોકરેજે આ બંને કંપનીઓ પર પોતાનું 'ન્યુટ્રલ' (Neutral) વલણ જાળવી રાખ્યું છે. HPCL ને ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાંથી થોડી રાહત મળવાની આશા છે, જેનાથી સ્થાનિક બજારમાં કિંમતોનું દબાણ ઘટી શકે છે.
રિલાયન્સ અને રિફાઇનિંગ સેક્ટર પર કેવી પડશે અસર?
બીજી તરફ, સિટીગ્રુપ (Citigroup) નું માનવું છે કે સરકારના ટેક્સ ઘટાડવાના નિર્ણયથી સરકારી ઓઈલ કંપનીઓને ભલે થોડી રાહત મળે, પરંતુ આનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના રિફાઇનિંગ બિઝનેસના નફા પર બ્રેક લાગી શકે છે. સરકારે ડીઝલ પર 21.5 રૂપિયા અને જેટ ફ્યુઅલ (વિમાનના ઇંધણ) પર 29.5 રૂપિયા પ્રતિ લિટરની એક્સપોર્ટ ડ્યુટી લગાવી છે, જેની સીધી અસર કંપનીઓના રિફાઇનિંગ માર્જિન પર પડશે.
ONGC માટે સારા સમાચાર!
આ બધાની વચ્ચે અપસ્ટ્રીમ કંપનીઓ માટે સારા સમાચાર છે. આ વખતે સરકારે વિન્ડફોલ ટેક્સ (Windfall Tax) લગાવ્યો નથી. આના કારણે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધેલા ભાવનો પૂરેપૂરો ફાયદો મળી શકે છે.
જો તમે ઓઈલ સેક્ટરના શેરોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલ પૂરતું સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને ઈન્ડિયન ઓઈલના શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો. જોકે, ONGC જેવા શેરોમાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.