Budget 2026: ટેક સેક્ટરની મોટી માગ- AIને મળે ‘નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’નો દરજ્જો, જાણો બજેટ પાસે શું છે અપેક્ષાઓ | Moneycontrol Gujarati
Get App

Budget 2026: ટેક સેક્ટરની મોટી માગ- AIને મળે ‘નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’નો દરજ્જો, જાણો બજેટ પાસે શું છે અપેક્ષાઓ

Budget 2026: આગામી બજેટમાં ટેક સેક્ટરને શું મળશે? AIને સોફ્ટવેર સેગમેન્ટને બદલે સ્ટ્રેટેજિક નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવાની માગ ઉઠી છે. જાણો IT સેક્ટરની મોટી અપેક્ષાઓ વિશે આ અહેવાલમાં.

અપડેટેડ 02:36:09 PM Jan 23, 2026 પર
Story continues below Advertisement
ટેક ઈન્ડસ્ટ્રીની મુખ્ય માગ છે કે ભારત હવે માત્ર AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરનાર દેશ એટલે કે 'કન્ઝ્યુમર' બનીને ન રહે, પરંતુ દુનિયા માટે નવી ટેકનોલોજી બનાવનાર 'ગ્લોબલ ઈનોવેશન હબ' બને.

Budget 2026: ભારતના સામાન્ય બજેટને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 9મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દેશના તમામ સેક્ટર્સની જેમ ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) અને ટેક સેક્ટરને પણ આ બજેટ પાસેથી ઘણી આશાઓ છે.

ટેક ઈન્ડસ્ટ્રીની મુખ્ય માગ છે કે ભારત હવે માત્ર AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરનાર દેશ એટલે કે 'કન્ઝ્યુમર' બનીને ન રહે, પરંતુ દુનિયા માટે નવી ટેકનોલોજી બનાવનાર 'ગ્લોબલ ઈનોવેશન હબ' બને. આ માટે નાણામંત્રી પાસેથી કેટલીક મહત્વની જાહેરાતોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જાણો બજેટ 2026 પાસે ટેક સેક્ટરની ખાસ ઉમ્મીદો વિશે.

AIને મળે ‘સ્ટ્રેટેજિક નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’નો દરજ્જો

ટેક સેક્ટરનું માનવું છે કે હવે AIને જોવાનો નજરિયો બદલવો પડશે. અત્યાર સુધી AIને માત્ર એક અલગ સોફ્ટવેર સેગમેન્ટ માનવામાં આવતું હતું. જોકે, નિષ્ણાતોની માગ છે કે તેને એનર્જી (વીજળી) કે ટેલિકોમ સેક્ટરની જેમ જ 'સ્ટ્રેટેજિક નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' તરીકે ગણવું જોઈએ. ભારત હાલ AI ક્રાંતિના ઉંબરે ઊભું છે, ત્યારે બજેટમાં આ બદલાવ દેશના વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

MSMEમાં AIનો વ્યાપ અને સપ્લાય ચેઈન


ભારતમાં ડિજિટલ બદલાવે ગતિ પકડી છે, પણ તેનો અસલી ફાયદો ત્યારે જ થશે જ્યારે નાના ઉદ્યોગો એટલે કે MSME પણ તેનો ભરપૂર ઉપયોગ કરશે. મોટી કંપનીઓની સરખામણીએ નાના ઉદ્યોગોમાં AI નો ઉપયોગ હજુ સીમિત છે.

બજેટ 2026માં આ માટે ખાસ જોગવાઈની આશા છે. ખાસ કરીને AI આધારિત લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન ટેકનોલોજી માટે સરકાર મોટા એલાન કરે તેવી શક્યતા છે. આ પગલું નાના વેપારીઓને ગ્લોબલ માર્કેટ સાથે જોડવામાં મદદરૂપ થશે.

રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) માટે ટેક્સમાં રાહત

કોઈપણ દેશની પ્રગતિ તેના રિસર્ચ પર આધારિત હોય છે. ટેક સેક્ટરની માગ છે કે ભારતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) ખર્ચના તફાવતને ઘટાડવા માટે સરકારે આગળ આવવું જોઈએ. આ માટે R&D પર 200 ટકા વેઈટેડ ડિડક્શન (Weighted Deduction)ની સિસ્ટમ ફરી શરૂ કરવાની માગ છે. લાંબા ગાળાના વિઝન સાથે કામ કરતા 'ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ' માટે આ પ્રકારનો સપોર્ટ સંજીવની સમાન બની રહેશે.

નેશનલ ‘કમ્પ્યુટ ક્રેડિટ’ પ્લાનની જરૂર

AI સ્ટાર્ટઅપ્સ સામે સૌથી મોટો પડકાર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુધી પહોંચવાનો છે, જે ખૂબ ખર્ચાળ હોય છે. GPU અને TPU જેવા મહત્વના AI હાર્ડવેર પર કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ મળવી જોઈએ તેવી ઈન્ડસ્ટ્રીની માગ છે. સાથે જ, એક 'નેશનલ કમ્પ્યુટ ક્રેડિટ' પ્લાનની પણ જરૂર છે, જેથી સ્ટાર્ટઅપ્સને પોસાય તેવા ભાવે કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે. જો બજેટમાં આ માંગણીઓ સંતોષાય, તો ભારત ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વગુરુ બનવાની દિશામાં મોટી હરણફાળ ભરી શકશે.

આ પણ વાંચો- Budget 2026: ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની સરકાર પાસે મોટી માગ, Tata Motors અને Mercedesએ કહી આ વાત

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2026 12:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.