Budget 2026: ગ્રામીણ મહિલાઓ માટે મોટી ભેટ! 'SHE-Marts' યોજનાનું એલાન - હવે મહિલાઓ બનશે બિઝનેસ વુમન
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં ગ્રામીણ મહિલાઓ માટે 'SHE-Marts' યોજના જાહેર કરી છે. આ યોજનાથી મહિલાઓ ખુદની દુકાન ચલાવી શકશે અને આર્થિક રીતે સધ્ધર થશે. જાણો યોજનાની વિગત.
સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ માત્ર વસ્તુઓનું ઉત્પાદન કરનારી ન રહે, પરંતુ તે એક સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) પણ બને. આ માર્ટ દ્વારા ગામડાની મહિલાઓ ખેતીવાડી, પશુપાલન અને નાના ઉદ્યોગોની વસ્તુઓ સીધી વેચીને પોતાની કમાણી વધારી શકશે.
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2026-27 માં દેશની ગ્રામીણ મહિલાઓ માટે એક મોટી ભેટ આપી છે. મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપવા અને તેમને પગભર કરવા માટે સરકારે 'SHE-Marts' (શી-માર્ટ્સ) નામની એક નવી યોજના જાહેર કરી છે. સરકારનો દાવો છે કે 'લખપતિ દીદી' કાર્યક્રમની સફળતા બાદ આ નવું પગલું ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
શું છે આ SHE-Marts યોજના?
SHE-Marts નું પૂરું નામ 'સેલ્ફ-હેલ્પ એન્ટરપ્રેન્યોર માર્ટ્સ' (Self-Help Entrepreneur Marts) છે. સરળ ભાષામાં કહીએ તો, આ એક પ્રકારના સામુદાયિક રિટેલ આઉટલેટ્સ (દુકાનો) હશે, જેની માલિકી અને સંચાલન સંપૂર્ણપણે મહિલાઓના હાથમાં હશે.
સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ માત્ર વસ્તુઓનું ઉત્પાદન કરનારી ન રહે, પરંતુ તે એક સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) પણ બને. આ માર્ટ દ્વારા ગામડાની મહિલાઓ ખેતીવાડી, પશુપાલન અને નાના ઉદ્યોગોની વસ્તુઓ સીધી વેચીને પોતાની કમાણી વધારી શકશે.
મહિલાઓને કેવી રીતે મળશે ફાયદો?
નાણામંત્રીની જાહેરાત મુજબ, આ યોજના હેઠળ મહિલાઓને નીચે મુજબના લાભ મળશે:
માર્કેટની સુવિધા: આ માર્ટ્સ ખાસ કરીને 'એગ્રી-ક્લસ્ટર્સ' માં ઊભા કરવામાં આવશે, જે એક રેગ્યુલર બજારની જેમ કામ કરશે.
મૂડી અને લોન: મહિલાઓને ધંધો ચલાવવા માટે વર્કિંગ કેપિટલ (મૂડી) અને લોનની સુવિધા આપવામાં આવશે.
બાયર-સેલર મીટ્સ: સરકાર 50 બાયર-સેલર મીટ્સ (ખરીદનાર-વેચનાર મુલાકાત) નું આયોજન કરશે, જેથી ગામડાની મહિલાઓ મોટા બજારો અને મોટા ગ્રાહકો સાથે જોડાઈ શકે.
ટેકનિકલ ટ્રેનિંગ: મહિલાઓને જોખમ ઘટાડવા અને ધંધો વધારવા માટે ટેકનિકલ તાલીમ પણ આપવામાં આવશે.
સરકારી મદદ અને ઓનલાઈન લોન
આ યોજનાને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ મંત્રાલયના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. જેમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ (SHG) ની મહિલાઓ માટે ઓનલાઈન લોન સિસ્ટમની વ્યવસ્થા પણ હશે, જેથી તેઓ સરળતાથી લોન મેળવી શકે.
નિષ્ણાતોના મતે, SHE-Marts યોજના ગ્રામીણ મહિલાઓ માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. તેનાથી માત્ર તેમની આવક જ નહીં વધે, પરંતુ ગામડાઓમાંથી થતું સ્થળાંતર પણ ઘટશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે.