Budget 2026: કપડાં, બૂટ અને દવાઓ થઈ સસ્તી - જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
લેધર અને ટેક્સટાઈલ સેક્ટરના એક્સપોર્ટને પણ હવે ડ્યુટી ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિફેન્સ સેક્ટરને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.
લેધર અને ટેક્સટાઈલ સેક્ટરના એક્સપોર્ટને પણ હવે ડ્યુટી ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિફેન્સ સેક્ટરને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ તેમનું સતત 9મું બજેટ હતું. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ સામાન્ય જનતા માટે પટારો ખોલી દીધો છે. સરકારે અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી (આયાત જકાત) ઘટાડવાની જાહેરાત કરી છે, જેના કારણે રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે.
મેક ઈન ઈન્ડિયા પર સરકારનો ભાર
નાણામંત્રીએ પોતાના ભાષણમાં સ્પષ્ટતા કરી હતી કે ખાસ કરીને એવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. આ પગલાંથી સ્થાનિક ઉદ્યોગોને વેગ મળશે. આ ઉપરાંત લેધર અને ટેક્સટાઈલ સેક્ટરના એક્સપોર્ટને પણ હવે ડ્યુટી ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિફેન્સ સેક્ટરને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.
જાણો કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી?
બજેટમાં થયેલી જાહેરાત બાદ નીચે મુજબની વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે, જેનો સીધો ફાયદો સામાન્ય માણસને મળશે:
કપડાં અને ફેશન: હવે બ્રાન્ડેડ કપડાં અને લેધર (ચામડા) ની વસ્તુઓ સસ્તી થશે.
બૂટ-ચંપલ: સિન્થેટિક ફૂટવેર અને લેધર પ્રોડક્ટ્સના ભાવ ઘટશે.
જીવનરક્ષક દવાઓ: સરકારે કેન્સર અને ડાયાબિટીસ (શુગર) ની 17 પ્રકારની દવાઓને ડ્યુટી ફ્રી કરી દીધી છે, જેથી સારવાર સસ્તી થશે.
મોબાઈલ અને ગેજેટ્સ: મોબાઈલ ફોનની બેટરી અને લિથિયમ આયન સેલ સસ્તા થશે, જેનાથી સ્માર્ટફોનના ભાવ પર અસર પડી શકે છે.
ઈલેક્ટ્રોનિક્સ અને વાહનો: ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), માઈક્રોવેવ ઓવન અને સોલાર ગ્લાસ સસ્તા થશે.
અન્ય: મિક્સ્ડ ગેસ સીએનજી (CNG) અને વિદેશ યાત્રા (Foreign Travel) પણ સસ્તી થવાની જાહેરાત કરવામાં આવી છે.
આમ, મોંઘવારીના માર વચ્ચે આ બજેટમાં કપડાં, દવાઓ અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થવાથી મધ્યમ વર્ગને ચોક્કસપણે રાહત મળશે.