Budget 2026 : કેન્સર-ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સામે જંગ! સરકારે લોન્ચ કરી 'બાયોફાર્મા શક્તિ' યોજના, 10,000 કરોડનું ફંડ જાહેર | Moneycontrol Gujarati
Get App

Budget 2026 : કેન્સર-ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સામે જંગ! સરકારે લોન્ચ કરી 'બાયોફાર્મા શક્તિ' યોજના, 10,000 કરોડનું ફંડ જાહેર

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી જાહેરાત કરી છે. 'બાયોફાર્મા શક્તિ' યોજના માટે 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનાથી કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓની દવાઓ ભારતમાં જ બનશે અને સસ્તી થશે.

અપડેટેડ 11:59:59 AM Feb 01, 2026 પર
Story continues below Advertisement
આ યોજના માટે સરકારે 10,000 કરોડ રૂપિયા નું મોટું ફંડ ફાળવ્યું છે. આ ફંડનો મુખ્ય ઉપયોગ રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) એટલે કે સંશોધન પાછળ કરવામાં આવશે.

Budget 2026 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રવિવારે લોકસભામાં દેશનું બજેટ 2026-27 રજૂ કર્યું છે. પોતાના સતત નવમા બજેટ ભાષણમાં તેમણે ભારતીય અર્થવ્યવસ્થાની સાથે સાથે દેશના સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા પર મોટો ભાર મૂક્યો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે નાણામંત્રીએ એક નવી અને મહત્વકાંક્ષી યોજના 'બાયોફાર્મા શક્તિ' (Biopharma Shakti) ની જાહેરાત કરી છે.

10,000 કરોડનું જંગી રોકાણ

આ યોજના માટે સરકારે 10,000 કરોડ રૂપિયા નું મોટું ફંડ ફાળવ્યું છે. આ ફંડનો મુખ્ય ઉપયોગ રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) એટલે કે સંશોધન પાછળ કરવામાં આવશે. અત્યાર સુધી ભારત જેનરિક દવાઓ (સસ્તી કોપી) બનાવવામાં તો આગળ હતું જ, પણ હવે સરકાર ઈચ્છે છે કે ભારત નવી અને જટિલ (Complex) દવાઓ બનાવવામાં પણ 'આત્મનિર્ભર' બને.

શા માટે પડી આ યોજનાની જરૂર?

નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે ભારતમાં હવે બીમારીઓની પેટર્ન બદલાઈ રહી છે. પહેલા મેલેરિયા કે કોલેરા જેવી ચેપી બીમારીઓ વધારે હતી, પણ હવે લાઈફસ્ટાઈલને લગતી બીમારીઓ ચિંતાજનક રીતે વધી રહી છે. દેશમાં કેન્સર, ડાયાબિટીસ અને ઓટો-ઇમ્યુન જેવા રોગોના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી આ પગલું ભરવું અત્યંત જરૂરી હતું.


આ ત્રણ બીમારીઓ પર રહેશે સરકારનું ફોકસ

ડાયાબિટીસ (Diabetes): ભારતને દુનિયાની 'ડાયાબિટીસ કેપિટલ' કહેવામાં આવે છે. દર્દીઓની મોટી સંખ્યાને જોતા અહીં સસ્તા અને સારા ઈલાજની તાતી જરૂરિયાત છે.

કેન્સર (Cancer): આજે પણ કેન્સરની સારવાર સામાન્ય માણસને પોસાય તેવી નથી. જો આ દવાઓ સ્વદેશી રીતે ભારતમાં જ બનશે તો તે સામાન્ય નાગરિકની પહોંચમાં આવશે અને ઈલાજ સસ્તો થશે.

ઓટો-ઇમ્યુન બીમારીઓ: આ એવી બીમારીઓ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ શરીરને નુકસાન પહોંચાડે છે. આના ઈલાજ માટે 'બાયોલોજિક્સ' દવાઓ જોઈએ, જે હાલ ખૂબ મોંઘી છે. આ યોજના હેઠળ આવી દવાઓ પર પણ કામ થશે.

ટૂંકમાં, સરકારનો હેતુ સ્પષ્ટ છે કે ગંભીર બીમારીઓ માટે ભારત વિદેશી દવાઓ પર નિર્ભર ન રહે અને દેશનો સામાન્ય માણસ સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર મેળવી શકે.

આ પણ વાંચો-Budget 2026: બજેટમાં મોટી ભેટ: દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરનું એલાન, નાણામંત્રીએ ખોલ્યો પટારો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 11:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.