Budget 2026: બજેટમાં મોટી ભેટ: દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરનું એલાન, નાણામંત્રીએ ખોલ્યો પટારો | Moneycontrol Gujarati
Get App

Budget 2026: બજેટમાં મોટી ભેટ: દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરનું એલાન, નાણામંત્રીએ ખોલ્યો પટારો

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોરની ભેટ આપી છે. દિલ્હી-વારાણસી રૂટ પર દોડશે હાઈસ્પીડ ટ્રેન. જાણો બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું મોટી જાહેરાત થઈ.

અપડેટેડ 11:37:28 AM Feb 01, 2026 પર
Story continues below Advertisement
નાણામંત્રીએ બજેટમાં કુલ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. જેમાં સૌથી મહત્વનો રૂટ 'દિલ્હી-વારાણસી' હાઈસ્પીડ રેલ કોરિડોર રહેશે.

Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ તેમનું સતત 9મું બજેટ છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ રેલવે મુસાફરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતો કરીને સૌને ચોંકાવી દીધા છે. ખાસ કરીને હાઈસ્પીડ ટ્રેનની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે.

7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત

નાણામંત્રીએ બજેટમાં કુલ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. જેમાં સૌથી મહત્વનો રૂટ 'દિલ્હી-વારાણસી' હાઈસ્પીડ રેલ કોરિડોર રહેશે. આ ઉપરાંત 'વારાણસી-સિલીગુડી' વચ્ચે પણ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. આ જાહેરાતથી ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરીનો સમય ઘટશે.


બનારસ અને પટનાને મળી ભેટ

રેલવે ઉપરાંત જળમાર્ગ પરિવહન અને જહાજ ઉદ્યોગ માટે પણ મહત્વના એલાન કરવામાં આવ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું કે બનારસ અને પટનામાં જહાજ રિપેરિંગની સુવિધા (Ship Repair Facility) સ્થાપિત કરવામાં આવશે. જેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે અને પરિવહનમાં સરળતા રહેશે.

પર્યાવરણ અને કાર્બન કેપ્ચર માટે 20,000 કરોડ

પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે સરકારે મોટું પગલું ભર્યું છે. આગામી 5 વર્ષોમાં પાંચ ઔદ્યોગિક ક્ષેત્રોમાં 'કાર્બન કેપ્ચર' ટેકનોલોજી માટે 20,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો

દેશના વિકાસને વેગ આપવા માટે સરકારે મૂડી ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં મોટો વધારો કર્યો છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે કેપેક્સ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ભંડોળનો ઉપયોગ દેશમાં રોડ, રસ્તા, રેલવે અને અન્ય માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે થશે.

ઉલ્લેખનીય છે કે, બજેટ પહેલા રજૂ થયેલા ઈકોનોમિક સર્વે 2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7% રહેવાનો સંકેત આપવામાં આવ્યો હતો, જેને જાળવી રાખવા માટે બજેટમાં રોજગાર અને મૂડીરોકાણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Budget 2026: કેન્દ્રીય બજેટ 2026માં ત્રણ કર્તવ્યો પર ખાસ ભાર - સંસદમાં નિર્મલા સીતારમણનું એલાન, જાણો ગરીબો અને યુવાનો માટે શું છે ખાસ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 11:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.