Budget 2026: સિનિયર સિટીઝન્સ માટે મોટા સમાચાર! રેલવે ટિકિટમાં ફરી મળી શકે છે છૂટ, બજેટમાં જાહેરાતની શક્યતા | Moneycontrol Gujarati
Get App

Budget 2026: સિનિયર સિટીઝન્સ માટે મોટા સમાચાર! રેલવે ટિકિટમાં ફરી મળી શકે છે છૂટ, બજેટમાં જાહેરાતની શક્યતા

બજેટ 2026માં સિનિયર સિટીઝન્સને રેલવે ટિકિટમાં ફરી છૂટ મળવાની શક્યતા! રેલવે મંત્રાલયે નાણાં મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ. જાણો રેલવે ટિકિટમાં ડિસ્કાઉન્ટના જૂના નિયમો અને લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 11:01:19 AM Jan 29, 2026 પર
Story continues below Advertisement
આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સરકાર આ સુવિધા ફરી શરૂ કરવાના મૂડમાં જણાય છે.

Budget 2026: આગામી સામાન્ય બજેટમાં દેશના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે સરકાર ખુશખબર લઈને આવી શકે છે. કોરોનાકાળ દરમિયાન માર્ચ 2020માં રેલવે ટિકિટ પર વડીલોને મળતી જે સબસિડી બંધ કરવામાં આવી હતી, તેને સરકાર ફરીથી પુનઃસ્થાપિત કરે તેવી પ્રબળ શક્યતા છે.

નાણાં મંત્રાલયને મોકલાયો પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે મંત્રાલયે આ અંગેનો એક પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલી આપ્યો છે. બજેટ પૂર્વેની બેઠકોમાં સિનિયર સિટીઝન કન્સેશનને ફરીથી લાગુ કરવા પર ગંભીર ચર્ચાઓ થઈ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સરકાર આ સુવિધા ફરી શરૂ કરવાના મૂડમાં જણાય છે.


4 Budget 2026 Big n

પહેલા કેટલું મળતું હતું ડિસ્કાઉન્ટ?

ભારતીય રેલવે દાયકાઓથી વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ભાડામાં સીધી રાહત આપતી હતી. કોવિડ પહેલાના નિયમો મુજબ

પુરુષ મુસાફરો: ભાડામાં 40% ની છૂટ મળતી હતી.

મહિલા મુસાફરો: ભાડામાં 50% સુધીની છૂટ મળતી હતી.

આ લાભ સ્લીપર, થર્ડ AC, સેકન્ડ AC અને ફર્સ્ટ AC સહિતના તમામ ક્લાસમાં મળતો હતો. આ માટે કોઈ અલગ કાર્ડની જરૂર પડતી ન હતી, માત્ર ટિકિટ બુકિંગ વખતે ઉંમર દર્શાવવાની રહેતી હતી.

કેમ બંધ કરવામાં આવી હતી સુવિધા?

માર્ચ 2020માં કોરોના મહામારીને કારણે રેલવેને થયેલા ભારે આર્થિક નુકસાનને સરભર કરવા માટે આ છૂટને 'કામચલાઉ' ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. તે સમયે તર્ક અપાયો હતો કે આ છૂટને કારણે રેલવે પર વાર્ષિક આશરે 1,600 થી 2,000 કરોડ રૂપિયાનો બોજ પડે છે. હવે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ટ્રેનો પૂરી ક્ષમતાથી દોડી રહી છે, ત્યારે મુસાફરો ફરીથી આ રાહતની આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો-Mutual Fund: SIP બંધ કરવી એ મોટી ભૂલ નથી, પણ સવાલ એ છે કે ક્યારે બંધ કરવી? જાણો શું કહે છે એક્સપર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2026 6:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.