Economic Survey 2026: નાણામંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો, નાણાકીય વર્ષ 2027 માટે GDP વૃદ્ધિનો અંદાજ 7.2% | Moneycontrol Gujarati
Get App

Economic Survey 2026: નાણામંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો, નાણાકીય વર્ષ 2027 માટે GDP વૃદ્ધિનો અંદાજ 7.2%

સંસદમાં રજૂ થયેલા Economic Survey 2025-26 મુજબ, ભારતનો GDP ગ્રોથ 7% રહેવાનો અંદાજ છે. મોંઘવારી ઘટીને 1.7% થઈ છે. જાણો ભારતીય અર્થતંત્રના સ્વાસ્થ્ય અને ભવિષ્યના સંકેતો.

અપડેટેડ 12:27:47 PM Jan 29, 2026 પર
Story continues below Advertisement
Economic Survey: નાણામંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો

Economic Survey 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 'Economic Survey 2025-26' (આર્થિક સર્વેક્ષણ) રજૂ કર્યો છે. બજેટના એક દિવસ પહેલા આવતો આ દસ્તાવેજ એટલે દેશની અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ. આ વખતનો સર્વે ખૂબ ખાસ છે કારણ કે તેમાં ભારતને માત્ર આત્મનિર્ભર જ નહીં, પણ દુનિયા માટે અનિવાર્ય (Strategic Indispensability) બનાવવાની વાત કરવામાં આવી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ સર્વેક્ષણમાં સામાન્ય માણસ અને દેશના અર્થતંત્ર માટે કઈ મોટી વાતો કરવામાં આવી છે.

ભારતની અર્થવ્યવસ્થાની મજબૂત રફ્તાર

વૈશ્વિક સ્તરે અનેક પડકારો હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે.

GDP ગ્રોથ: ચાલુ નાણાકીય વર્ષ (FY26) માટે ભારતનો વિકાસ દર (Real GDP Growth) 7.4% રહેવાનો અંદાજ છે. જ્યારે આવતા વર્ષ (FY27) માટે આ દર 6.8% થી 7.2% ની વચ્ચે રહેવાની ધારણા છે.

સૌથી ઝડપી અર્થતંત્ર: ભારત સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે.


મોંઘવારી પર કાબૂ, સામાન્ય માણસ માટે સૌથી રાહતના સમાચાર મોંઘવારીના મોરચે છે. સરકારના પગલાં અને સારા ચોમાસાને કારણે રિટેલ મોંઘવારી ઘટીને 1.7%ના સ્તરે આવી ગઈ છે જે એપ્રિલ-ડિસેમ્બરના આંકડા મુજબ છે.

ખાસ કરીને શાકભાજી અને દાળના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ગૃહિણીઓને મોટી રાહત મળી છે. કોર ઇન્ફલેશન જેમાં ખાણીપીણી અને ઈંધણ સામેલ નથી પણ કાબૂમાં છે.

દુનિયા માટે ભારત બનશે અનિવાર્ય

આ વખતના સર્વેક્ષણની મુખ્ય થીમ ખૂબ જ રસપ્રદ છે. અત્યાર સુધી આપણે સ્વદેશી અને આત્મનિર્ભરતાની વાતો કરતા હતા. હવે મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું છે કે આપણે તેનાથી એક ડગલું આગળ વધવાનું છે. ભારતનું લક્ષ્ય હવે Strategic Indispensability એટલે કે વ્યૂહાત્મક રીતે અનિવાર્ય બનવાનું છે. તેનો અર્થ એ છે કે ભારતે એવી વસ્તુઓ અને સેવાઓ બનાવવી જોઈએ કે જેના વગર દુનિયાને ચાલે નહીં અને ભારત વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મહત્વનું સ્થાન ધરાવે.

સરકારી તિજોરી અને વિદેશી મુદ્રા ભંડાર

ટેક્સ કલેક્શન: સરકારની આવકમાં વધારો થયો છે. GST અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયેલા વધારાને કારણે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની છે.

ખાધ Fiscal Deficit: સરકારે નાણાકીય શિસ્ત જાળવી રાખી છે. FY26 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.4% રાખવામાં આવ્યો છે, જે હાંસલ થવાના માર્ગે છે.

ફોરેક્સ રિઝર્વ: ભારતનો વિદેશી મુદ્રા ભંડાર Forex Reserves રેકોર્ડ સ્તરે પહોંચીને 701.4 અબજ ડોલર થઈ ગયો છે જાન્યુઆરી 2026 સુધીમાં, જે દેશને કોઈપણ બાહ્ય આર્થિક સંકટ સામે લડવા માટે સક્ષમ બનાવે છે.

કયા સેક્ટરમાં કેવી છે સ્થિતિ?

સર્વિસ સેક્ટર: સેવા ક્ષેત્ર ભારતનું ગ્રોથ એન્જિન સાબિત થયું છે. FY26 માં સર્વિસ સેક્ટરે 9.1% નો જોરદાર ગ્રોથ નોંધાવ્યો છે.

મેન્યુફેક્ચરિંગ: ઉદ્યોગ જગતમાં પણ તેજી જોવા મળી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર 7.0% રહેવાનો અંદાજ છે.

ખેતી: ચોમાસું સારું રહેવાને કારણે ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં 3.1% નો ગ્રોથ જોવા મળ્યો છે. રવિ પાકની વાવણી પણ સારી થઈ હોવાથી આવનારા સમયમાં ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

રોકાણ અને રોજગાર

સર્વેક્ષણ મુજબ, દેશમાં ખાનગી રોકાણ વધી રહ્યું છે. કોર્પોરેટ જગત હવે નવી ફેક્ટરીઓ અને પ્રોજેક્ટ્સમાં પૈસા રોકી રહ્યું છે. બીજી તરફ, શ્રમ સુધારાઓ અને સરકારની સ્કીલિંગ યોજનાઓને કારણે રોજગારીની તકોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

એકંદરે Economic Survey 2025-26 દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર અત્યારે સ્વીટ સ્પોટ પર છે. ગ્રોથ વધી રહ્યો છે અને મોંઘવારી ઘટી રહી છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ભારતની મજબૂત આંતરિક માંગ અને સરકારની નીતિઓને કારણે આવનારા વર્ષોમાં પણ દેશ પ્રગતિના પંથે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Budget 2026: બજેટ પહેલાં મિડલ ક્લાસ 'સાવધાન', ખર્ચ પર કાપ અને ટેક્સમાં મોટી રાહતની આશા!

MoneyControl News

MoneyControl News

First Published: Jan 29, 2026 12:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.