Budget 2026: નાના વેપારીઓ માટે ખુશખબર! MSME માટે 10,000 કરોડનું ફંડ જાહેર - બનશે દેશના 'ચેમ્પિયન' | Moneycontrol Gujarati
Get App

Budget 2026: નાના વેપારીઓ માટે ખુશખબર! MSME માટે 10,000 કરોડનું ફંડ જાહેર - બનશે દેશના 'ચેમ્પિયન'

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં MSME સેક્ટરને 'ચેમ્પિયન' બનાવવા 10,000 કરોડના ગ્રોથ ફંડની જાહેરાત કરી છે. જાણો નાના વેપારીઓને લિક્વિડિટી અને લોનમાં શું ફાયદો થશે.

અપડેટેડ 01:11:55 PM Feb 01, 2026 પર
Story continues below Advertisement
નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી કે ભવિષ્યના 'ચેમ્પિયન્સ' તૈયાર કરવા માટે સરકાર એક ખાસ 'MSME ગ્રોથ ફંડ' સ્થાપિત કરશે.

Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું બજેટ 2026-27 રજૂ કર્યું છે. પોતાના સતત નવમા બજેટમાં નાણામંત્રીએ દેશના અર્થતંત્રના પાયા સમાન ગણાતા MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) સેક્ટર માટે ખજાનો ખોલી દીધો છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને તેમને ગ્લોબલ લેવલે લઈ જવા માટે સરકારે 10,000 કરોડ રૂપિયા ની મોટી જાહેરાત કરી છે.

MSME બનશે 'ચેમ્પિયન'

નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી કે ભવિષ્યના 'ચેમ્પિયન્સ' તૈયાર કરવા માટે સરકાર એક ખાસ 'MSME ગ્રોથ ફંડ' સ્થાપિત કરશે. આ ફંડ માટે બજેટમાં 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ નાના ઉદ્યોગોને 'ઇક્વિટી સપોર્ટ' (મૂડી સહાય) પૂરી પાડવા માટે થશે, જેથી તેઓ તેમનો વેપાર વધારી શકે.

લિક્વિડિટી અને લોન માટે મોટી રાહત

નાના વેપારીઓને રોકડ પ્રવાહ (Cash Flow) ની તકલીફ ન પડે તે માટે પણ સરકારે પગલાં લીધા છે:


TReDS વ્યવસ્થા: MSME ને લિક્વિડિટી સપોર્ટ આપવા માટે TReDS (ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ) ની વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે. જેના દ્વારા 7 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ અને પ્રોફેશનલ મદદ પૂરી પાડવામાં આવશે.

આત્મનિર્ભર ભારત કોષ: આ કોષમાં સરકાર વધારાના 2000 કરોડ રૂપિયા ઠાલવશે.

સરકાર હવે નાના વેપારીઓ પાસેથી સીધો સામાન ખરીદી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે.

'કોર્પોરેટ મિત્ર' કરશે મદદ

નાના શહેરોમાં (ટિયર-2 અને ટિયર-3) ઉદ્યોગોને કાયદાકીય ગૂંચવણો ઉકેલવા અને નિયમોના પાલન (Compliance) માટે 'કોર્પોરેટ મિત્ર' નું એક કેડર તૈયાર કરવામાં આવશે. આનાથી નાના ઉદ્યોગકારોને ઓછા ખર્ચે પ્રોફેશનલ મદદ મળી રહેશે.

સેમિકન્ડક્ટર મિશન 2.0

આ ઉપરાંત, બજેટમાં ટેકનોલોજીને વેગ આપવા માટે 'સેમિકન્ડક્ટર મિશન 2.0' ની પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત નવા સેમિકન્ડક્ટર યુનિટ્સ સ્થાપવા પર સરકાર તરફથી ઇન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારીને 'વિકસિત ભારત' ના સંકલ્પને સિદ્ધ કરવાનો છે.

આ પણ વાંચો-Budget 2026: ગ્રામીણ મહિલાઓ માટે મોટી ભેટ! 'SHE-Marts' યોજનાનું એલાન - હવે મહિલાઓ બનશે બિઝનેસ વુમન

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 1:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.