Budget 2026: શું છે 'Bharat VISTAAR'? બજેટમાં મોટી જાહેરાત, હવે AI ની મદદથી ખેડૂતોની આવક થશે બમણી!
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં 'Bharat VISTAAR' નામના AI ટૂલની જાહેરાત કરી છે. આ ટેકનોલોજી ખેડૂતોને તેમની પોતાની ભાષામાં ખેતીની માહિતી આપીને આવક બમણી કરવામાં મદદ કરશે. જાણો વિગતવાર.
નાણામંત્રીએ બજેટમાં 'ભારત વિસ્તાર' (Bharat VISTAAR) ની જાહેરાત કરી છે. તેનું પૂરું નામ 'Virtually Integrated System to Access Agricultural Resources' છે.
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના સતત નવમા બજેટ ભાષણમાં ખેતીવાડી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે એક મોટી જાહેરાત કરી છે. ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવા માટે સરકારે હવે 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' (AI) નો સહારો લીધો છે. બજેટ 2026 માં નાણામંત્રીએ 'Bharat VISTAAR' નામના એક ખાસ AI ટૂલનો ઉલ્લેખ કર્યો છે. ચાલો જાણીએ કે આ ટૂલ શું છે અને તેનાથી દેશના ખેડૂતોને શું ફાયદો થશે.
શું છે Bharat VISTAAR?
નાણામંત્રીએ બજેટમાં 'ભારત વિસ્તાર' (Bharat VISTAAR) ની જાહેરાત કરી છે. તેનું પૂરું નામ 'Virtually Integrated System to Access Agricultural Resources' છે. સરળ ભાષામાં કહીએ તો, આ એક AI આધારિત પબ્લિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ એક 'મલ્ટીલિંગ્યુઅલ' (બહુભાષી) ટૂલ હશે, એટલે કે ખેડૂતોને અંગ્રેજી કે હિન્દી ઉપરાંત પોતાની સ્થાનિક ભાષામાં પણ પાક અને ખેતીને લગતી તમામ માહિતી મળી રહેશે.
ખેડૂતોને કેવી રીતે થશે ફાયદો?
સરકારનો દાવો છે કે આ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
સચોટ નિર્ણય: આ AI ટૂલ ખેડૂતોને ખેતી દરમિયાન યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે, જેથી પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટાડી શકાય.
યોજનાઓની જાણકારી: ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આ ટૂલ દ્વારા સીધી માહિતી મળશે.
પ્રોડક્ટિવિટી: પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવું, તે અંગેનું સચોટ માર્ગદર્શન આના દ્વારા મળશે.
પાયલટ ટેસ્ટિંગ: સરકાર ટૂંક સમયમાં પાયલટ ટેસ્ટિંગ શરૂ કરશે. જેમાં ICAR (Indian Council of Agricultural Research) દ્વારા ભવિષ્યમાં કયો પાક ઉગાડવો જોઈએ, તે અંગેની ભલામણો ખેડૂતોને આપવામાં આવશે.
'કૃષિ સાથી' ચેટબોટ પણ લોન્ચ
આ ઉપરાંત સરકારે ખેડૂતો માટે 'Krishi Saathi' નામનો AI ચેટબોટ પણ લોન્ચ કર્યો છે. જેની મદદથી અભણ કે ઓછું ભણેલા ખેડૂતો પણ વોઈસ ચેટિંગ (બોલીને) દ્વારા પોતાના પ્રશ્નો પૂછી શકશે. આ ચેટબોટ ખેતીને લગતી સમસ્યાઓના ઉકેલ માટે વિડિયો સોલ્યુશન પણ પૂરું પાડશે.
મહિલાઓ માટે SHE-Marts
બજેટમાં ગ્રામીણ મહિલાઓના વિકાસ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. 'લખપતિ દીદી' યોજનાની જેમ જ હવે 'SHE-Marts' (શી-માર્ટ્સ) શરૂ કરવામાં આવશે. આના દ્વારા ગ્રામીણ મહિલાઓને પોતાના ઉદ્યોગો સ્થાપવા અને માલિક બનવામાં મદદ કરવામાં આવશે.
ટૂંકમાં, બજેટ 2026 માં સરકારે ટેકનોલોજી અને ખેતીનો સંગમ કરીને ખેડૂતોને સ્માર્ટ અને સમૃદ્ધ બનાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે.