Economic Survey 2026: ભારતમાંથી વિદેશી રોકાણકારોએ કેમ કાઢ્યા પૈસા? આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો; AI માર્કેટ બન્યું વિલન? | Moneycontrol Gujarati
Get App

Economic Survey 2026: ભારતમાંથી વિદેશી રોકાણકારોએ કેમ કાઢ્યા પૈસા? આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો; AI માર્કેટ બન્યું વિલન?

Economic Survey 2026: આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 3.9 બિલિયન ડોલર પાછા ખેંચ્યા છે. જાણો અમેરિકા અને AI માર્કેટના આકર્ષણ વચ્ચે ભારતીય બજારની સ્થિતિ.

અપડેટેડ 12:40:23 PM Jan 30, 2026 પર
Story continues below Advertisement
Economic Survey 2026: આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 3.9 બિલિયન ડોલર પાછા ખેંચ્યા છે.

Economic Survey 2026: તાજેતરમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 (Economic Survey)માં ભારતીય શેરબજાર અને વિદેશી રોકાણ અંગે ચોંકાવનારા સંકેતો મળ્યા છે. રિપોર્ટ અનુસાર, વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર પ્રત્યેનો ઉત્સાહ થોડો નરમ પડ્યો છે. ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાંથી અંદાજે 3.9 બિલિયન ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે.

AI માર્કેટ તરફ વિદેશીઓનું આંધળું આકર્ષણ

સર્વેક્ષણમાં આ વેચવાલી પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ ક્રેઝ ગણાવવામાં આવ્યું છે. રોકાણકારોને અત્યારે ભારત કરતા અમેરિકા, તાઈવાન અને કોરિયા જેવા દેશોના બજારો વધુ આકર્ષક લાગી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ દેશોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરનો દબદબો છે અને ત્યાં ટેકનોલોજી શેરોમાં સારા રિટર્નની અપેક્ષા છે. જેના કારણે વિદેશી પૈસો ભારતમાંથી નીકળીને આ AI-કેન્દ્રિત બજારો તરફ વળ્યો છે.

શેર વેચ્યા પણ બોન્ડમાં ભરોસો કાયમ

એક રસપ્રદ વાત એ સામે આવી છે કે, ભલે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી પૈસા કાઢ્યા હોય, પરંતુ ડેટ માર્કેટ એટલે કે બોન્ડ્સ અને અન્ય સિક્યોરિટીઝમાં તેમનો ભરોસો અકબંધ રહ્યો છે. એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન વિદેશી રોકાણકારો શેરબજારમાં નેટ સેલર રહ્યા, પણ ડેટ સેગમેન્ટમાં રોકાણ ચાલુ રાખ્યું.


શા માટે વધી વેચવાલી? મુખ્ય કારણો

આર્થિક સર્વે મુજબ, ભારતીય બજારનું પ્રદર્શન અન્ય વૈશ્વિક બજારોની સરખામણીએ થોડું નબળું રહ્યું હતું. આ ઉપરાંત નીચે મુજબના કારણો પણ જવાબદાર હતા:

* વૈશ્વિક સ્તરે અને ટ્રેડ પોલિસીમાં અનિશ્ચિતતા.

* ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈ.

* અમેરિકન બોન્ડ યીલ્ડનું ઊંચું રહેવું.

* ગ્લોબલ રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ (જોખમ લેવાથી બચવાનો માહોલ).

આ તમામ કારણોસર ખાસ કરીને નિકાસ (Export) પર આધારિત સેક્ટર્સ જેમ કે IT અને હેલ્થકેરના શેરો પર સૌથી વધુ માઠી અસર જોવા મળી છે.

બજેટ અને બેલેન્સ ઓફ પેમેન્ટ્સ પર અસર

વિદેશી રોકાણ ઘટવાની સીધી અસર દેશના બેલેન્સ ઓફ પેમેન્ટ્સ (BOP) પર પડી છે. FY26 ના પહેલા 6 મહિનામાં (H1) ભારતને 6.4 બિલિયન ડોલરની BOP ખાધ (Deficit) નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેની સરખામણીએ ગયા વર્ષે આ જ સમયગાળામાં 23.8 બિલિયન ડોલરનો સરપ્લસ હતો. આ ખાધને ભરપાઈ કરવા માટે ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરવો પડ્યો હતો.

જોકે, સારી વાત એ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં FPI ની કસ્ટડીમાં રહેલા કુલ એસેટ બેઝમાં વધારો થયો છે અને તે 81.4 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે માર્ચ 2025 ની સરખામણીએ 10.4% વધુ છે.

ઘરેલુ રોકાણકારો બન્યા બજારના તારણહાર

જ્યારે વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા હતા, ત્યારે ભારતીય ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ મોરચો સંભાળી લીધો હતો. મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓએ સતત ખરીદી કરીને શેરબજારને તૂટતા બચાવ્યું છે. આ મજબૂત સપોર્ટને કારણે સપ્ટેમ્બર 2025 સુધીમાં NSE માં લિસ્ટેડ કંપનીઓમાં DII ની ભાગીદારી વધીને 18.7% થઈ ગઈ છે.

ટૂંકમાં કહીએ તો, ભલે વિદેશી રોકાણકારો AI ના મોહમાં ભારતમાંથી પૈસા કાઢી રહ્યા હોય, પરંતુ ઘરેલુ રોકાણકારોની તાકાતને કારણે ભારતીય શેરબજાર પોતાની મજબૂતી ટકાવી રાખવામાં સફળ રહ્યું છે.

આ પણ વાંચો- દવાઓ થશે 60% સસ્તી? ટ્રમ્પનો 'TrumpRx' માસ્ટર સ્ટ્રોક, અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2026 12:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.