India Defence Budget 2026: યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતનું મોટું પગલું! ડિફેન્સ બજેટમાં થઈ શકે છે વધારો, આ કંપનીઓના શેર રોકાણકારોને કરાવશે કમાણી
India Defence Budget 2026: વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવો માહોલ હોવાથી ભારત આગામી બજેટમાં રક્ષા બજેટ વધારી શકે છે. એક રિપોર્ટ મુજબ HAL અને Solar Industries જેવી કંપનીઓના શેરમાં મોટી હલચલ જોવા મળી શકે છે. જાણો કયા સ્ટોક્સ પર નજર રાખવી.
India Defence Budget 2026: વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવો માહોલ હોવાથી ભારત આગામી બજેટમાં રક્ષા બજેટ વધારી શકે છે.
India Defence Budget 2026: હાલમાં દુનિયાભરમાં જે રીતે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને બે દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે, તેને જોતા ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. આગામી નાણાકીય વર્ષ 2025-26ના બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ચર્ચા છે કે સરકાર આ વખતે પણ 'ડિફેન્સ સેક્ટર' (સંરક્ષણ ક્ષેત્ર) પર સૌથી વધુ ફોકસ કરશે. મોટા બ્રોરેજ હાઉસ અને એક્સપર્ટ્સનું માનવું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રક્ષા બજેટમાં મોટો વધારો કરવામાં આવી શકે છે.
રિપોર્ટ શું કહે છે?
એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર સતત પોતાના રક્ષા બજેટમાં વધારો કરી રહી છે. આ વધારો માત્ર સરહદી સુરક્ષા માટે જ નહીં, પરંતુ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘરેલુ ઉત્પાદન વધારવા અને ડિફેન્સ એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 માટે સંરક્ષણ મંત્રાલય માટે 6.81 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે ગયા વર્ષના 6.22 લાખ કરોડ રૂપિયા કરતા વધારે છે. આગામી સમયમાં આ આંકડો હજુ વધવાની શક્યતા છે.
આ કંપનીઓને થશે સીધો ફાયદો
જો સરકાર બજેટમાં હથિયારોની ખરીદી અને ઉત્પાદન માટે ફંડ વધારે છે, તો શેરબજારમાં લિસ્ટેડ ડિફેન્સ કંપનીઓને તેનો સીધો ફાયદો મળશે. નિષ્ણાંતોએ રોકાણકારો માટે કેટલીક ખાસ કંપનીઓના નામ સૂચવ્યા છે:
Hindustan Aeronautics Ltd (HAL): ફાઈટર જેટ અને હેલિકોપ્ટર બનાવતી આ સરકારી કંપની હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, છેલ્લા 6 મહિનામાં તેના શેરમાં લગભગ 10% નો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેણે રોકાણકારોને 17% જેટલું રિટર્ન આપ્યું છે. રિપોર્ટ મુજબ, ભલે GE404-IN એન્જિનની સપ્લાયમાં થોડો વિલંબ છે, પરંતુ AL-31FP અને RD-33 એન્જિનના ઓર્ડર કંપનીને મજબૂતી આપશે.
BEML Ltd: રક્ષા અને રેલવેના સાધનો બનાવતી આ કંપનીના શેર હાલમાં થોડા દબાણમાં છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક 23% જેટલો તૂટ્યો છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે વિચારવાનો વિષય બની શકે છે.
Data Patterns અને Solar Industries: ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આ કંપનીઓનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. Data Patterns નો શેર એક વર્ષમાં 24% વધ્યો છે, જ્યારે Solar Industries એ તો રોકાણકારોને માલામાલ કરતા 40% થી વધુ રિટર્ન આપ્યું છે.
આગામી સમયમાં ઓર્ડર મળવાની આશા
વિશ્લેષકોનું માનવું છે કે નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં (Q4) સરકાર તરફથી QRSAM (Quick Reaction Surface-to-Air Missile) જેવા મોટા પ્રોજેક્ટ્સના ઓર્ડર મળી શકે છે. આ ઓર્ડર મળવાથી Astra Microwave Products અને Data Patterns જેવી કંપનીઓની ઓર્ડર બુક મજબૂત થશે અને તેમના શેરમાં તેજી જોવા મળી શકે છે. આ કંપનીઓ ભારતીય ડિફેન્સ પ્લેટફોર્મ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.