PM Modi on Budget 2026: 'આ બજેટ અપાર તકોનો હાઈવે છે': PM મોદીએ બજેટ 2026 ને ગણાવ્યું 'વિકસિત ભારત 2047' ની ઉડાનનો પાયો | Moneycontrol Gujarati
Get App

PM Modi on Budget 2026: 'આ બજેટ અપાર તકોનો હાઈવે છે': PM મોદીએ બજેટ 2026 ને ગણાવ્યું 'વિકસિત ભારત 2047' ની ઉડાનનો પાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ 2026-27 ને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ 'વિકસિત ભારત 2047' ની ઉડાનનો પાયો અને અપાર તકોનો હાઈવે છે. જાણો PM મોદીની પ્રતિક્રિયા.

અપડેટેડ 02:22:46 PM Feb 01, 2026 પર
Story continues below Advertisement
પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ બજેટ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે, તે આવનારા વર્ષોમાં ભારતને એક મહાસત્તા બનાવવા માટે પાયાનું કામ કરશે.


PM Modi on Budget 2026: કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા બજેટના ભરપૂર વખાણ કર્યા છે. પીએમ મોદીએ આ બજેટને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, આ માત્ર આંકડાઓનો હિસાબ નથી, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો નકશો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બજેટ દ્વારા ભારતની ગ્લોબલ પોઝિશન (વૈશ્વિક સ્થિતિ) વધુ મજબૂત થશે.

'અપાર તકોનો હાઈવે અને વિકસિત ભારતનો આધાર'

પીએમ મોદીએ બજેટનું વિશ્લેષણ કરતા એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, "આ બજેટ અપાર તકોનો રાજમાર્ગ (Highway of Opportunities) છે. વર્ષ 2047 માં ભારતને 'વિકસિત રાષ્ટ્ર' બનાવવા માટે આપણે જે ઊંચી ઉડાન ભરવા માંગીએ છીએ, આ બજેટ તેનો મજબૂત પાયો અને આધાર છે." તેમના મતે, આ બજેટથી દેશના વિકાસને નવી ગતિ મળશે.

'રિફોર્મ એક્સપ્રેસ' ને મળશે નવી ગતિ

ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ પર વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આજે ભારત જે 'રિફોર્મ એક્સપ્રેસ' પર સવાર છે, તેને આ બજેટથી નવી ઊર્જા અને નવી ગતિ મળશે." તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે ભારત માત્ર સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બનીને સંતોષ માનવા નથી માંગતું, પરંતુ આપણો લક્ષ્ય ભારતને જલ્દીથી દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવાનો છે.

આત્મનિર્ભરતા અને ટેક્સટાઈલ સેક્ટર

પીએમ મોદીએ ઉમેર્યું કે આ બજેટ 'આત્મનિર્ભર ભારત' ના સંકલ્પને નવી રફ્તાર આપશે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે બજેટમાં ટેક્સટાઈલ સેક્ટર (કાપડ ઉદ્યોગ) માટે જે નવી સ્કીમ લાવવામાં આવી છે, તે આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. આ બજેટ દરેક વર્ગના સપના પૂરા કરવામાં મદદરૂપ થશે અને દેશને આર્થિક રીતે સધ્ધર બનાવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 2:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.