Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જુલાઈમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આવકવેરા સંબંધિત કેટલીક મોટી જાહેરાતો કરી હતી. નવા રિઝિમમાં ટેક્સ મુક્તિ મર્યાદા વધારવામાં આવી હતી. નવી રિઝિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. તેનો હેતુ કરદાતાઓના હાથમાં વધુ પૈસા છોડવાનો હતો. 6 મહિના પછી, મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગની ખર્ચ પેટર્ન દર્શાવે છે કે તેઓ જરૂરી વસ્તુઓ પર પહેલા કરતા ઓછો ખર્ચ કરી રહ્યા છે. FMCG કંપની ગોદરેજ કન્ઝ્યુમરનો રિપોર્ટ દર્શાવે છે કે મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગ પર દબાણ ચાલુ છે. કેન્દ્રીય બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતામરને આ તરફ ધ્યાન આપવું પડશે. નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે.