ડૉલર સામે રૂપિયામાં નવા રેકોર્ડ લો સ્તરે કારોબાર જોવા મળ્યો, શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 22 પૈસા નબળો થઈને 90.19 પ્રતિ ડૉલરની સામે 90.41 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સેન્ટ્રલ બેન્કો તરફથી ડૉલરમાં ખરીદદારી વધતા, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો આવતા અને US-ભારત વચ્ચે ટ્રેડ ડીલમાં વિલંબના કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.

