Get App

Utkal Speciality IPO Listing: લિસ્ટ થતાં જ લોઅર સર્કિટ લાગી, 66નો શેર ગગડ્યો- રોકાણકારોને 5%નું મોટું નુકસાન

ઉત્કલ સ્પેશિયાલિટી IPOનું શેરબજારમાં ફિક્કું લિસ્ટિંગ. 66 ના ભાવે ખૂલ્યા બાદ શેરમાં સીધી 5% ની લોઅર સર્કિટ લાગતા રોકાણકારો નિરાશ થયા છે. જાણો લિસ્ટિંગ અને કંપનીની વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Jun 17, 2026 પર 10:51 AM
Utkal Speciality IPO Listing: લિસ્ટ થતાં જ લોઅર સર્કિટ લાગી, 66નો શેર ગગડ્યો- રોકાણકારોને 5%નું મોટું નુકસાનUtkal Speciality IPO Listing: લિસ્ટ થતાં જ લોઅર સર્કિટ લાગી, 66નો શેર ગગડ્યો- રોકાણકારોને 5%નું મોટું નુકસાન
ઉત્કલ સ્પેશિયાલિટી ઈન્ડસ્ટ્રીઝ મુખ્યત્વે પેપર આધારિત પ્રોડક્ટ્સ અને પેકેજિંગ મટિરિયલ બનાવવાનું કામ કરે છે.

Utkal Speciality IPO Listing: શેરબજારમાં આજે ઉત્કલ સ્પેશિયાલિટી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાના શેરોનું NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયું છે. જોકે, આ લિસ્ટિંગ રોકાણકારો માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે. કંપનીનો IPO પહેલેથી જ રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો હતો, અને આજે બજારમાં તેની એન્ટ્રી પણ એકદમ ફ્લેટ રહી છે.

IPO માં શેરનો ભાવ 66 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, અને આજે તે બજારમાં 66 રૂપિયાના ભાવે જ લિસ્ટ થયો. આનો સીધો અર્થ એ છે કે, જે રોકાણકારોને આ શેર લાગ્યા હતા તેમને 0% લિસ્ટિંગ ગેઈન મળ્યો છે.

શેરમાં લાગી 5% ની લોઅર સર્કિટ

રોકાણકારો માટે ખરાબ સમાચાર માત્ર ફ્લેટ લિસ્ટિંગ પૂરતા સીમિત ન હતા. બજારમાં શેર લિસ્ટ થયાની થોડી જ વારમાં તેમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ અને શેરનો ભાવ ધડા દઈને તૂટી ગયો. શેરનો ભાવ ઘટીને 62.70 રૂપિયા પર આવી જતાં તેમાં 5% ની લોઅર સર્કિટ લાગી ગઈ. એટલે કે, IPO માં પૈસા લગાવનાર રોકાણકારો અત્યારે સીધા 5 ટકાના નુકસાનમાં ચાલી રહ્યા છે.

IPO ને કેવો પ્રતિસાદ મળ્યો હતો?

ઉત્કલ સ્પેશિયાલિટીનો 35 કરોડ રૂપિયાનો આ IPO 10 થી 12 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. જોકે, તેને રોકાણકારો તરફથી એકદમ ફિક્કો રિસ્પોન્સ મળ્યો હતો.આખો ઈશ્યૂ માત્ર 1.60 ગણો જ ભરાયો હતો.

જેમાં QIBનો ક્વોટા 1.12 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો માત્ર 0.89 ગણો (એટલે કે પૂરો ભરાયો પણ ન હતો). અને રિટેલ રોકાણકારો (સામાન્ય પબ્લિક) નો હિસ્સો 2.10 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. નોંધનીય છે કે, આ IPO હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 52.34 લાખ નવા શેર બહાર પાડવામાં આવ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો