Get App

Hero Motors IPO ખુલ્યો, ₹1,000 કરોડના ઈશ્યૂમાં રોકાણ પહેલાં ચેક કરો આ વિગતો

Hero Motorsનો ₹1,000 કરોડનો IPO 16 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે અને 18 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPOની પ્રાઇસ બેન્ડ ₹79થી ₹84 છે અને લોટ સાઇઝ 178 શેરની છે. SBI Securitiesએ વેલ્યુએશન અને મોટા ગ્રાહકો પર નિર્ભરતાને ધ્યાનમાં રાખીને Neutral અભિપ્રાય આપ્યો છે, જ્યારે Anand Rathiએ લાંબા ગાળા માટે Subscribe રેટિંગ આપ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 2:33 PM
Hero Motors IPO ખુલ્યો, ₹1,000 કરોડના ઈશ્યૂમાં રોકાણ પહેલાં ચેક કરો આ વિગતોHero Motors IPO ખુલ્યો, ₹1,000 કરોડના ઈશ્યૂમાં રોકાણ પહેલાં ચેક કરો આ વિગતો
₹1,000 કરોડનો Hero Motors IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, રોકાણ પહેલાં જાણો IPOની સંપૂર્ણ વિગતો અને બ્રોકરેજનો અભિપ્રાય.

Hero Motors IPO Opens Today: ઓટો કમ્પોનન્ટ્સ અને એડવાન્સ્ડ મોબીલિટી સોલ્યુશંસ બનાવતી હિરો મોટર્સનો આઈપીઓ આજે, 16 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ₹1,000 કરોડના આ IPOમાં રોકાણકારો 18 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકશે.

IPO ખુલતા પહેલાં કંપનીએ 15 એન્કર રોકાણકારો પાસેથી ₹300 કરોડ એકત્ર કર્યા છે. આ રોકાણકારોને ₹84ના ભાવે કુલ 3.57 કરોડ શેર ફાળવવામાં આવ્યા છે. ગ્રે માર્કેટમાં પણ શેરનો પ્રીમિયમ જોવા મળી રહ્યો છે. IPOના અપર પ્રાઇસ બેન્ડની સરખામણીમાં ₹10 એટલે કે આશરે 11.90%નો GMP જોવા મળી રહ્યો છે.

જોકે, માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે IPOમાં રોકાણનો નિર્ણય માત્ર ગ્રે માર્કેટના સંકેતોને આધારે ન લેવો જોઈએ. કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય કામગીરીને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

હીરો મોટર્સ આઈપીઓની સંપૂર્ણ વિગતો

બધા સમાચાર

+ વધુુ વાંચો