Manipal Payment IPO: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા સમાચાર છે. જો તમે પણ મણિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન્સના IPO માં પૈસા લગાવ્યા છે, તો તમારા માટે આ અહેવાલ ખૂબ જ મહત્વનો છે. રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ આ IPO 1.42 ગણો ભરાઈને બંધ થઈ ગયો છે. હવે જેમણે અરજી કરી છે તેઓ આતુરતાથી એલોટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, 15 સપ્ટેમ્બરે આ IPO નું એલોટમેન્ટ ફાઈનલ થવાની પૂરી શક્યતા છે. ચાલો જાણીએ આ IPO ની મહત્વની વિગતો અને ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું તમારું એલોટમેન્ટ સ્ટેટસ.

