Get App

YES Bankના શેરમાં 5%નો ઉછાળો, સિટીના રિપોર્ટથી આવ્યું જોશ

16 સપ્ટેમ્બરે YES Bankના શેરમાં લગભગ 5% સુધીની તેજી જોવા મળી હતી. નવા UPI MDR ફ્રેમવર્કથી બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે વાર્ષિક ₹16,000-17,000 કરોડનું રેવન્યુ પૂલ ઊભું થવાની શક્યતા છે. Citiના અંદાજ મુજબ YES Bankના PBT અને PPOPમાં પણ વધારો થઈ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 3:22 PM
YES Bankના શેરમાં 5%નો ઉછાળો, સિટીના રિપોર્ટથી આવ્યું જોશYES Bankના શેરમાં 5%નો ઉછાળો, સિટીના રિપોર્ટથી આવ્યું જોશ
Yes Bank: સિટીની રિપોર્ટ અને નવા યૂપીઆઈ એમડીઆર ફ્રેમવર્ક બાદ યસ બેન્કના શેરમાં લગભગ 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો.

YES Bank Share Price : બુધવાર, 16 સપ્ટેમ્બરના રોજ YES Bankના શેરમાં લગભગ 5% સુધીની તેજી જોવા મળી હતી. પસંદગીના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર Merchant Discount Rate (MDR) લાગુ કરવાની જાહેરાત બાદ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં આવકનો નવો સ્ત્રોત ઊભો થવાની શક્યતા વચ્ચે શેરમાં ખરીદી જોવા મળી હતી.

જોકે, બાદમાં શેરની તેજી થોડી ઘટી હતી. બપોરે લગભગ 1:40 વાગ્યે YES Bankનો શેર ₹0.27 અથવા 1.17% વધીને ₹23.36ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન શેરે ₹24.10ની ઊંચી અને ₹23.29ની નીચી સપાટી બનાવી હતી.

15 ઓક્ટોબરથી UPI MDRના નવા નિયમો

નવા નિયમો હેઠળ 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI Person-to-Merchant (P2M) ટ્રાન્ઝેક્શન પર મહત્તમ 0.4% MDR લાગુ થશે. આ ચાર્જની મહત્તમ મર્યાદા ₹300 રાખવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો