Get App

BlackRock Layoffs 2026: દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીમાં ફરી છટણીનો દૌર શરૂ, 200 કર્મચારીઓ ગુમાવશે નોકરી

દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક ફરી એકવાર છટણી કરી રહી છે. આ વખતે 200 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવશે. જાણો કંપનીના કયા વિભાગો પર તેની અસર પડશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 17, 2026 પર 11:13 AM
BlackRock Layoffs 2026: દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીમાં ફરી છટણીનો દૌર શરૂ, 200 કર્મચારીઓ ગુમાવશે નોકરીBlackRock Layoffs 2026: દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીમાં ફરી છટણીનો દૌર શરૂ, 200 કર્મચારીઓ ગુમાવશે નોકરી
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ છટણીની સીધી અસર કંપનીના અલગ-અલગ વિભાગો પર પડશે. વિશેષ કરીને કંપનીના ઈન્વેસ્ટમેન્ટ, ઓપરેશન્સ અને ટેક્નોલોજી વિભાગમાં કામ કરતા લોકો આ છટણીના દાયરામાં આવી રહ્યા છે.

BlackRock Layoffs 2026: કોર્પોરેટ જગતમાંથી નોકરીયાત વર્ગ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક ઈન્ક ફરી એકવાર પોતાના કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. બ્લૂમબર્ગના એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, કંપની પોતાની ટીમની સાઈઝને વ્યવસ્થિત કરવા માટે ધીમે-ધીમે કાપ મૂકી રહી છે. આ નવા રાઉન્ડમાં અંદાજે 200 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. જોકે, સૂત્રોનું કહેવું છે કે અસરગ્રસ્ત કર્મચારીઓની આ સંખ્યા બ્લેકરોકના કુલ સ્ટાફના 1 ટકા કરતા પણ ઓછી છે.

કયા વિભાગના કર્મચારીઓની જશે નોકરી?

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ છટણીની સીધી અસર કંપનીના અલગ-અલગ વિભાગો પર પડશે. વિશેષ કરીને કંપનીના ઈન્વેસ્ટમેન્ટ, ઓપરેશન્સ અને ટેક્નોલોજી વિભાગમાં કામ કરતા લોકો આ છટણીના દાયરામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત, કંપનીની પ્રાઈવેટ ફાઈનાન્સિંગ બ્રાન્ચમાં પણ કાપ મૂકવામાં આવશે. નોંધનીય છે કે, બ્લેકરોકે માત્ર એક વર્ષ પહેલા જ 12 અબજ ડોલરની જંગી રકમ ચૂકવીને 'HPS ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ' ને ખરીદીને પોતાની આ બ્રાન્ચને મજબૂત કરી હતી. પ્રાઈવેટ ક્રેડિટ સેક્ટરમાં આ બ્લેકરોકની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હતી.

જાન્યુઆરી 2026 માં પણ 250 લોકો કાઢ્યા હતા

14 લાખ કરોડ ડોલરનું તોતિંગ ફંડ સંભાળતી આ કંપનીનો છટણીનો ઇતિહાસ નવો નથી. કોરોના મહામારી દરમિયાન કંપનીએ કોઈને નોકરીમાંથી કાઢ્યા ન હતા, પરંતુ 2023 થી ફરી જોબ કટ શરૂ કરી દીધો હતો.છેલ્લા 18 મહિનાની અંદર જ કંપનીએ 3 વખત પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે પણ બે વખત છટણી થઈ હતી, જેમાં દર વખતે કુલ કર્મચારીઓના 1 ટકા લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2026 માં પણ કંપનીએ પોતાના 250 કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હતું.

કંપનીના વર્ક કલ્ચર પર પડી રહી છે અસર

બધા સમાચાર

+ વધુુ વાંચો