Get App

RIL AGM 2026: ગ્લોબલ પડકારો છતાં રિલાયન્સનો ડંકો, મુકેશ અંબાણીએ જાહેર કર્યા રેકોર્ડબ્રેક આવક અને નફાના આંકડા

RIL AGM 2026 માં મુકેશ અંબાણીની મોટી જાહેરાત. વૈશ્વિક પડકારો છતાં નાણાકીય વર્ષ 2026 માં રિલાયન્સે નોંધાવ્યો રેકોર્ડબ્રેક નફો અને આવક. જાણો લેટેસ્ટ આંકડા.

MoneyControl Newsઅપડેટેડ Jun 19, 2026 પર 3:10 PM
RIL AGM 2026: ગ્લોબલ પડકારો છતાં રિલાયન્સનો ડંકો, મુકેશ અંબાણીએ જાહેર કર્યા રેકોર્ડબ્રેક આવક અને નફાના આંકડાRIL AGM 2026: ગ્લોબલ પડકારો છતાં રિલાયન્સનો ડંકો, મુકેશ અંબાણીએ જાહેર કર્યા રેકોર્ડબ્રેક આવક અને નફાના આંકડા
કંપનીના ખર્ચ અને રોકાણ અંગે માહિતી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, FY26 માં જ કંપનીએ કેપેક્સ પાછળ 1,44,271 કરોડ રૂપિયા (15.2 અબજ ડોલર) નો જંગી ખર્ચ કર્યો છે.

RIL AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 49મી વાર્ષિક સાધારણ સભા (AGM) માં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ શેરધારકો માટે અત્યંત ઉત્સાહજનક આંકડા રજૂ કર્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલપાથલ અને પડકારો છતાં, રિલાયન્સે નાણાકીય વર્ષ 2026 (FY26) માં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. મુકેશ અંબાણીએ ગર્વ સાથે જણાવ્યું કે કંપનીએ અત્યાર સુધીની સૌથી વધુ આવક, EBITDA અને ચોખ્ખો નફો નોંધાવીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે.

નાણાકીય વર્ષ 2026 ના શાનદાર આંકડાઓ

રિલાયન્સના ગ્રોથની ઝડપ કેટલી છે તેનો અંદાજ આ આંકડાઓ પરથી જ લગાવી શકાય છે.

વિક્રમી આવક: FY26 માં કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 9.8 ટકા વધીને 11,75,919 કરોડ રૂપિયા (124.0 અબજ ડોલર) ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે.

જંગી નફો: કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીમાં 17.8 ટકાના અધધ ઉછાળા સાથે 95,754 કરોડ રૂપિયા (10.1 અબજ ડોલર) નોંધાયો છે.

EBITDAમાં ડબલ ગ્રોથ: દર પાંચ વર્ષે પોતાનું EBITDA બમણું કરવાની કંપનીની પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી છે. FY21 માં જે EBITDA 97,580 કરોડ રૂપિયા હતું, તે FY26 માં વધીને 2,07,911 કરોડ રૂપિયા (21.9 અબજ ડોલર) થઈ ગયું છે.

કેપિટલ એક્સપેન્ડિચરમાં રિલાયન્સ સૌથી આગળ

બધા સમાચાર

+ વધુુ વાંચો