Get App

Reliance AGM 2026: JioHotstar બન્યું ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ, 45.1 કરોડ એક્ટિવ યુઝર્સ સાથે રચ્યો નવો ઇતિહાસ

રિલાયન્સ AGM 2026માં આકાશ અંબાણીની મોટી જાહેરાત. નાણાકીય વર્ષ 2026 માં JioHotstar 45.1 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ સાથે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ બન્યું. જાણો JioStar ની શાનદાર કમાણી

MoneyControl Newsઅપડેટેડ Jun 19, 2026 પર 4:42 PM
Reliance AGM 2026: JioHotstar બન્યું ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ, 45.1 કરોડ એક્ટિવ યુઝર્સ સાથે રચ્યો નવો ઇતિહાસReliance AGM 2026: JioHotstar બન્યું ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ, 45.1 કરોડ એક્ટિવ યુઝર્સ સાથે રચ્યો નવો ઇતિહાસ
આકાશ અંબાણીએ શેરધારકોને સંબોધતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 માં JioHotstar ના મંથલી એક્ટિવ યુઝર્સ (MAUs) ની સંખ્યા 45.1 કરોડના આંકડાને પાર કરી ગઈ છે.

Reliance AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભામાં ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા જગતને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. રિયાલન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન અને જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જિયો હોટસ્ટારની ઐતિહાસિક સફળતાની જાહેરાત કરી છે.

JioHotstar પહોંચ્યું શિખર પર: 45.1 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ

આકાશ અંબાણીએ શેરધારકોને સંબોધતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 માં JioHotstar ના મંથલી એક્ટિવ યુઝર્સ (MAUs) ની સંખ્યા 45.1 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આ જંગી આંકડા સાથે JioHotstar માત્ર ભારતનું જ સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નથી બન્યું, પરંતુ તે દુનિયાના ટોચના પ્લેટફોર્મ્સની યાદીમાં પણ શાનદાર રીતે સામેલ થઈ ગયું છે.

નવું 'કન્ટેન્ટ કોમર્સ મોડલ' લાવશે ક્રાંતિ

કંપનીએ યુઝર્સના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે પોતાની જ રીતનું એક અનોખું 'કન્ટેન્ટ કોમર્સ મોડલ' (Content Commerce Model) લોન્ચ કર્યું છે. આ ઐતિહાસિક ફીચરની મદદથી યુઝર્સ પોતાનો મનપસંદ શો કે સિરીઝ જોતી વખતે એપમાંથી બહાર નીકળ્યા વગર જ સીધી ખરીદી કરી શકશે. ટૂંકમાં કહીએ તો, એન્ટરટેઈનમેન્ટ એપની અંદર જ એક સ્માર્ટ માર્કેટપ્લેસ ઊભું કરવામાં આવ્યું છે.

વ્યૂઅરશિપમાં તોડ્યા ગ્લોબલ રેકોર્ડ્સ

પ્લેટફોર્મની લાઈવ સ્ટ્રીમિંગ ક્ષમતા દુનિયાભરમાં નવા બેન્ચમાર્ક સેટ કરી રહી છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો