Get App

Tata Motorsને મળ્યો 3400થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનો મેગા ઓર્ડર, સોમવારે શેરમાં જોવા મળશે જબરદસ્ત તેજી

Tata Motors Share Price: Tata Motorsને 3400 થી વધુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો (eCV)નો મોટો ઓર્ડર મળ્યો છે. આ મેગા ઓર્ડરના કારણે સોમવારે શેરબજારમાં ટાટા મોટર્સના શેરમાં મોટી તેજી આવી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 21, 2026 પર 4:26 PM
Tata Motorsને મળ્યો 3400થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનો મેગા ઓર્ડર, સોમવારે શેરમાં જોવા મળશે જબરદસ્ત તેજીTata Motorsને મળ્યો 3400થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનો મેગા ઓર્ડર, સોમવારે શેરમાં જોવા મળશે જબરદસ્ત તેજી
Tata Motorsને 3400 થી વધુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો (eCV)નો મોટો ઓર્ડર મળ્યો છે.

Tata Motors Share Price: ટાટા ગ્રુપની અગ્રણી કંપની Tata Motorsના રોકાણકારો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કંપનીને 3400 થી વધુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો (eCV) નો એક મોટો ઓર્ડર મળ્યો છે. આ શાનદાર ઓર્ડરના કારણે આવતા સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ Tata Motors ના શેરમાં સારી એવી તેજી જોવા મળી શકે છે.

શેરબજાર (એક્સચેન્જ) ને આપેલી સત્તાવાર માહિતી મુજબ, આ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ માલસામાનની હેરફેર, લોજિસ્ટિક્સ અને મુસાફરોની મુસાફરી માટે કરવામાં આવશે.

શું છે ઓર્ડરની વિગતો?

આ 3400 વાહનોના મેગા ઓર્ડરમાં કંપનીને અલગ-અલગ કેટેગરીના વાહનો બનાવવાનું કામ મળ્યું છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના વાહનોનો સમાવેશ થાય છે:

* 2000 નાના કોમર્શિયલ વાહનો અને પિક-અપ્સ

* 900 ઇલેક્ટ્રિક ટ્રક

* 500 ઇલેક્ટ્રિક બસો

બધા સમાચાર

+ વધુુ વાંચો