ભારતીય શેરબજારમાં તેજીનો દોર સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં પણ યથાવત રહ્યો છે. 6 નવેમ્બરના રોજ સેન્સેક્સમાં 1,718 પોઇન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીએ ફરી એકવાર 25,000ની સપાટી હાંસલ કરી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈ હોવા છતાં ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ રહ્યો હતો. ખાસ કરીને બેન્કિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો.

