Get App

Reliance AGM 2026: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, રિલાયન્સે નોંધાવ્યો રેકોર્ડબ્રેક નફો, જાણો Jio અને AIના મેગા પ્લાન

રિલાયન્સની 49મી એજીએમમાં મુકેશ અંબાણીએ FY26 માટે રેકોર્ડ નફાની જાહેરાત કરી. જાણો Jio IPO, ન્યૂ એનર્જી, રિલાયન્સ રિટેલ અને AI ડેટા સેન્ટર વિશેના લેટેસ્ટ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Jun 19, 2026 પર 2:23 PM
Reliance AGM 2026: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, રિલાયન્સે નોંધાવ્યો રેકોર્ડબ્રેક નફો, જાણો Jio અને AIના મેગા પ્લાનReliance AGM 2026: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, રિલાયન્સે નોંધાવ્યો રેકોર્ડબ્રેક નફો, જાણો Jio અને AIના મેગા પ્લાન
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ પોતાની શાનદાર સફળતાના 10 વર્ષ પૂરા કર્યા છે. આજે જિયો ભારતની ડિજિટલ અને AI ક્રાંતિનું મુખ્ય ચાલકબળ બની ગયું છે.

Reliance AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ ગઈ છે. ચેરમેન મુકેશ અંબાણી શેરધારકોને સંબોધિત કરી રહ્યા છે. દેશના આખા શેરબજાર અને રોકાણકારોની નજર આજની આ મેગા ઇવેન્ટ પર ટકેલી છે. ખાસ કરીને કંપનીના ફ્યુચર પ્લાન અને નવા બિઝનેસ ગ્રોથ વિશે સૌ કોઈ જાણવા આતુર છે.

FY26 માં કંપનીનો રેકોર્ડબ્રેક નફો

મુકેશ અંબાણીએ ગર્વ સાથે જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2026માં રિલાયન્સે અત્યાર સુધીની સૌથી વધુ આવક, રેકોર્ડબ્રેક એબિટડા અને સૌથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

તેમણે જણાવ્યું કે કંપનીનો પાયો એકદમ મજબૂત છે અને તેની વ્યૂહરચના સ્પષ્ટ છે. રિલાયન્સનો સૌથી મોટો અને મજબૂત ગ્રોથ ફેઝ હજુ આવવાનો બાકી છે. કંપની હવે એક લીડિંગ ડીપ-ટેક અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ઉભરી રહી છે, અને ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જંગી રોકાણ કરી રહી છે.

Jio અને રિલાયન્સ રિટેલની ઐતિહાસિક સફર

મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ પોતાની શાનદાર સફળતાના 10 વર્ષ પૂરા કર્યા છે. આજે જિયો ભારતની ડિજિટલ અને AI ક્રાંતિનું મુખ્ય ચાલકબળ બની ગયું છે. બીજી તરફ, રિલાયન્સ રિટેલે પણ 20 વર્ષની શાનદાર સફર પૂર્ણ કરી છે અને દેશમાં ઓર્ગેનાઇઝ્ડ રિટેલ ક્રાંતિ લાવી છે. બંને બિઝનેસ આજે પોતાના ક્ષેત્રમાં મોખરે છે.

રોકાણકારોની નજર આ 4 મુખ્ય મુદ્દાઓ પર રહેશે

બધા સમાચાર

+ વધુુ વાંચો