Get App

Yum Brands એ Pizza Hut સાથે તોડ્યો નાતો, 2.7 અબજ ડોલરમાં થશે વેચાણ, ખબર પડતા જ ભારતમાં Devyani અને Sapphire ના શેર ગગડ્યા

યમ બ્રાન્ડ્સ 2.7 અબજ ડોલરમાં પીઝા હટને વેચી રહી છે. આ મોટા સમાચાર આવતા જ ભારતમાં દેવયાની ઈન્ટરનેશનલ અને સફાયર ફૂડ્સના શેર 2% તૂટ્યા. જાણો ડીલની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jun 17, 2026 પર 12:43 PM
Yum Brands એ Pizza Hut સાથે તોડ્યો નાતો, 2.7 અબજ ડોલરમાં થશે વેચાણ, ખબર પડતા જ ભારતમાં Devyani અને Sapphire ના શેર ગગડ્યાYum Brands એ Pizza Hut સાથે તોડ્યો નાતો, 2.7 અબજ ડોલરમાં થશે વેચાણ, ખબર પડતા જ ભારતમાં Devyani અને Sapphire ના શેર ગગડ્યા
પિઝા હટના વેચાણના સમાચાર આવતાની સાથે જ ભારતમાં તેની સીધી અસર જોવા મળી છે. શેરબજારમાં (BSE પર) દેવયાની ઈન્ટરનેશનલ લિમિટેડ અને સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડના શેરમાં લગભગ 2 ટકાનો કડાકો બોલાયો છે.

ફાસ્ટ ફૂડ જગત અને શેરબજારમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન દિગ્ગજ કંપની યમ બ્રાન્ડ્સ હવે પોતાની પ્રખ્યાત પિઝા ચેન 'પીઝા હટ' ને વેચવા જઈ રહી છે. આ વેચાણ માટે કુલ 2.7 અબજ ડોલરની બે અલગ-અલગ ડીલ કરવામાં આવી રહી છે.

પહેલી ડીલ: પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ લોંગ રેન્જ કેપિટલ સાથે 1.5 અબજ ડોલરમાં થશે (જેમાં મેનલેન્ડ ચીનના આઉટલેટ્સ સામેલ નથી).

બીજી ડીલ: યમ ચાઈના સાથે 1.2 અબજ ડોલરમાં થશે, જે ચીનના આઉટલેટ્સ ખરીદશે.

શા માટે વેચાઈ રહ્યું છે પિઝા હટ?

પિઝા હટ છેલ્લા ઘણા સમયથી બજારમાં સંઘર્ષ કરી રહ્યું હતું. તેની કટ્ટર હરીફ કંપની Domino's Pizza એ બજારનો મોટો હિસ્સો કબજે કરી લીધો છે. આ કારણોસર યમ બ્રાન્ડ્સના નાણાકીય પ્રદર્શન પર ખરાબ અસર પડી રહી હતી. અગાઉ નવેમ્બર 2025 માં જ યમ બ્રાન્ડ્સે સંકેત આપી દીધો હતો કે તેઓ પિઝા હટ માટે નવા વિકલ્પો શોધી રહ્યા છે.

ભારતીય શેરબજાર પર અસર: Devyani અને Sapphire ના શેર તૂટ્યા

પિઝા હટના વેચાણના સમાચાર આવતાની સાથે જ ભારતમાં તેની સીધી અસર જોવા મળી છે. શેરબજારમાં  દેવયાની ઈન્ટરનેશનલ લિમિટેડ અને સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડના શેરમાં લગભગ 2 ટકાનો કડાકો બોલાયો છે. નોંધનીય છે કે, આ બંને કંપનીઓ ભારતમાં ફ્રેન્ચાઈઝી મોડલ પર KFC અને પિઝા હટનો બિઝનેસ ચલાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો