નાણાં મંત્રીનું આ આગામી બજેટ માંગ વધારવા, રોજગારનું સર્જન કરવા અને 8% થી વધુ ની સ્થાયી આર્થિક વિકાસ દર હાંસલ કરવા પર કેન્દ્રિત રહેવાની અપેક્ષા છે. હાલના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.3% થી 6.8% વચ્ચે રહેવાનો અંદાજ છે. આ બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતી, કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સ, ઇન્ડિયા એસએમઇ ફોરમ, અને કન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રેન્યોર્સ જેવા અનેક મોટા સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સાથે જ, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.