Union Budget 2026: મોદી કેબિનેટે બજેટને મંજૂરી આપી, થોડીવારમાં રજૂ થશે દેશનું બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે મોટા એલાન? | Moneycontrol Gujarati
Get App

Union Budget 2026: મોદી કેબિનેટે બજેટને મંજૂરી આપી, થોડીવારમાં રજૂ થશે દેશનું બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે મોટા એલાન?

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે સંસદમાં સતત 9મી વખત બજેટ રજૂ કરશે. ટેક્સ સ્લેબ, રોજગાર અને મોંઘવારી અંગે મોટી જાહેરાતની શક્યતા.

અપડેટેડ 10:54:03 AM Feb 01, 2026 પર
Story continues below Advertisement
સંસદમાં જતા સમયે વિરોધ પક્ષના નેતાઓએ બજેટ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "અમને આ બજેટ પાસેથી કોઈ ખાસ આશા નથી."

Union Budget 2026: દેશની આર્થિક દિશા નક્કી કરનારું સામાન્ય બજેટ (Union Budget) રજૂ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ સાથે જ તેઓ સતત 9મી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પણ બનાવશે. 29 જાન્યુઆરીએ આર્થિક સર્વે રજૂ થયા બાદ આજે સૌની નજર નાણામંત્રીના પટારા પર છે.

બજેટ પાસેથી દેશને શું છે અપેક્ષાઓ?

આ વખતનું બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ અમેરિકા ટેરિફ લગાવી રહ્યું છે, તો બીજી તરફ ભારતમાં ઘરેલુ માંગ સતત વધી રહી છે. મધ્યમ વર્ગ (Middle Class), નોકરિયાત લોકો અને ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેમને મોંઘવારીમાંથી રાહત મળશે કે નહીં. શું ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે? શું સરકાર આ વખતે ડિફેન્સ, રિસર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પોતાની તિજોરી ખોલશે? તેના પર સૌની નજર છે.

આર્થિક સર્વેના સંકેત

બજેટ પહેલા રજૂ થયેલા ઇકોનોમિક સર્વે (Economic Survey 2025-26) માં ભારતીય અર્થવ્યવસ્થાનું ઉજળું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સર્વે મુજબ, આગામી નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર (Growth Rate) 6.8 થી 7.2 ટકા રહેવાનો અંદાજ છે. વધતી ઘરેલુ માંગને જોતા એવી અટકળો છે કે આ બજેટમાં સરકાર રોજગાર વધારવા પર વિશેષ ભાર મૂકી શકે છે.


વિપક્ષને બજેટથી કોઈ આશા નથી

બીજી તરફ, સંસદમાં જતા સમયે વિરોધ પક્ષના નેતાઓએ બજેટ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "અમને આ બજેટ પાસેથી કોઈ ખાસ આશા નથી." સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે પણ આવો જ સૂર પુરાવતા કહ્યું કે તેમને પણ બજેટથી કોઈ અપેક્ષા નથી.

કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી

તાજા અપડેટ મુજબ, સંસદ ભવનમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં બજેટને સત્તાવાર મંજૂરી આપવામાં  આવી છે. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં પહોંચશે અને સવારે 11 વાગ્યે દેશનું બજેટ વાંચવાનું શરૂ કરશે.

આ પણ વાંચો-Rail Budget 2026: વેઇટિંગ ટિકિટનું ટેન્શન થશે દૂર? 10,000 નવા કોચ અને સિનિયર સિટીઝન માટે મોટી જાહેરાતની શક્યતા

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.