Sugs Lloyd IPO Listing: ઈજનેરીંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રની કંપની સુગ્સ લોયડના શેર્સ આજે BSEના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા છે. આ IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ શરૂઆતમાં તેમને કોઈ લિસ્ટિંગ ગેઈન મળ્યું નહીં. 123ના ભાવે ઈશ્યુ થયેલા આ શેર્સની એન્ટ્રી 119.90 પર થઈ, જેનાથી IPO રોકાણકારોને 2.52%નું નુકસાન થયું. પરંતુ લિસ્ટિંગ બાદ શેર્સમાં તેજી આવી અને તે 125.85ના અપર સર્કિટ પર પહોંચી ગયા. આનાથી હવે IPO રોકાણકારો 2.32%ના પ્રોફીટમાં છે.

