કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેક્સીન મેન્યુફેક્ચરિંગ જાયન્ટ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં 50% હિસ્સો ખરીદી રહ્યા છે. પૂનાવાલા આ હિસ્સો રુપિયા 1000 કરોડમાં ખરીદી રહ્યા છે. આ ડીલમાં કરણ જોહરની ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન લગભગ 2000 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સે પોતાના એક અહેવાલમાં આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ વાત કહી છે.