Get App

US-Bangladesh Secret Deal: ભારત બાદ હવે બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ગેમ'? ચૂંટણી પહેલા અમેરિકાની આ ડીલથી ખળભળાટ!

US-Bangladesh Secret Trade Deal: ભારત સાથેની વ્યાપાર સમજૂતી બાદ હવે અમેરિકા બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ડીલ' કરવા જઈ રહ્યું છે. ચૂંટણીના માત્ર 3 દિવસ પહેલા થનારી આ સમજૂતી સામે અનેક સવાલો ઉભા થયા છે. જાણો વિગતવાર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Feb 08, 2026 પર 10:28 AM
US-Bangladesh Secret Deal: ભારત બાદ હવે બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ગેમ'? ચૂંટણી પહેલા અમેરિકાની આ ડીલથી ખળભળાટ!US-Bangladesh Secret Deal: ભારત બાદ હવે બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ગેમ'? ચૂંટણી પહેલા અમેરિકાની આ ડીલથી ખળભળાટ!
US-Bangladesh Secret Trade Deal: ભારત સાથેની વ્યાપાર સમજૂતી બાદ હવે અમેરિકા બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ડીલ' કરવા જઈ રહ્યું છે.

US-Bangladesh Secret Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યાપાર સમજૂતી (Trade Deal)ની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પડોશી દેશ બાંગ્લાદેશમાં એક નવા રાજકીય અને આર્થિક ડ્રામાના એંધાણ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા હવે બાંગ્લાદેશ સાથે પણ એક 'સિક્રેટ ટ્રેડ ડીલ' કરવાની તૈયારીમાં છે. આ સમાચાર વહેતા થતાની સાથે જ બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.

ચૂંટણી પહેલા જ કેમ? શંકાસ્પદ ટાઈમિંગ

સૌથી વધુ ચર્ચા આ ડીલના સમયને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ દાવો કરે છે કે આ સમજૂતી 9 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ફાઈનલ થઈ જશે. મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાવાની છે. એટલે કે, ચૂંટણીના માત્ર 3 દિવસ પહેલા જ આટલો મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે, જેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આને ‘સિક્રેટ ડીલ' કેમ કહેવાય છે?

બાંગ્લાદેશ સરકાર અમેરિકા સાથે ટેરિફ અને વ્યાપારને લગતી વાતચીત કરી રહી હોવાનું મનાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ડીલની શરતો શું હશે તે અંગે કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી.

* આ અંગે દેશની સંસદને કોઈ જાણકારી નથી.

* સામાન્ય જનતા પણ આ વિગતોથી અજાણ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો