મોંઘવારીનો વધુ એક માર: ACથી લઈને રસોડાના વાસણો થશે મોંઘા! જાણો કયા 2 મેટલના કારણે વધશે ભાવ? | Moneycontrol Gujarati
Get App

મોંઘવારીનો વધુ એક માર: ACથી લઈને રસોડાના વાસણો થશે મોંઘા! જાણો કયા 2 મેટલના કારણે વધશે ભાવ?

Copper Price Hike: શું તમે AC કે નવા વાસણો ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. 2026માં કોપર અને એલ્યુમિનિયમના ભાવમાં ભડકો થતા હવે ઘરગથ્થુ સામાન મોંઘો થશે. જાણો કેટલો વધશે ભાવ.

અપડેટેડ 04:25:26 PM Jan 04, 2026 પર
Story continues below Advertisement
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સેક્ટરમાં કામ કરતી કંપનીઓ પોતાના પ્રોફિટ માર્જિનને જાળવી રાખવા માટે પ્રોડક્ટ્સની કિંમતમાં 5 થી 8 રૂપિયા કે ટકાવારીની દ્રષ્ટિએ નોંધપાત્ર વધારો કરી શકે છે.

Copper Price Hike: સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ આવવા જઈ રહ્યો છે. જો તમે પણ ઘર માટે નવું AC, રસોડાના વાસણો કે બાથરૂમ ફિટિંગ્સ લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે હવે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. તેનું મુખ્ય કારણ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ એટલે કે કોપર (તાંબુ) અને એલ્યુમિનિયમના ભાવમાં આવેલો તોતિંગ ઉછાળો છે.

વર્ષ 2025માં આપણે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોઈ હતી, પરંતુ હવે વર્ષ 2026માં એલ્યુમિનિયમ અને કોપર મેદાન મારી રહ્યા છે. આ બંને ધાતુઓના ભાવ આસમાને પહોંચતા આ સામાન બનાવતી કંપનીઓની ચિંતા વધી છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડશે.

કોપર અને એલ્યુમિનિયમના ભાવ રેકોર્ડ લેવલે

છેલ્લા કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધવાને કારણે મેટલ માર્કેટ ગરમ છે. મળતી માહિતી મુજબ, એલ્યુમિનિયમની કિંમત છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર 3,000 અમેરિકન ડોલર પ્રતિ ટનને પાર કરી ગઈ છે. બીજી તરફ, કોપર પણ તેના રેકોર્ડ હાઈ લેવલની નજીક છે. લંડન મેટલ એક્સચેન્જ પર કોપરના ભાવ 12,000 ડોલર પ્રતિ ટનની સપાટી વટાવી ચૂક્યા છે. આ ભાવ વધારાને કારણે હવે કંપનીઓ કહી રહી છે કે કાચા માલનો ખર્ચ વધી ગયો હોવાથી તૈયાર માલના ભાવ વધારવા મજબૂરી છે.

શા માટે અચાનક વધી ગયા ભાવ?


તમારા મનમાં સવાલ થશે કે અચાનક આ મેટલ્સ આટલા મોંઘા કેમ થયા? તો તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

સપ્લાયમાં ઘટાડો: ચીનમાં મેટલ ગાળવાની ક્ષમતા પર લાગેલા પ્રતિબંધો અને યુરોપમાં વીજળીના ઊંચા ભાવને કારણે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

ખાણકામમાં સમસ્યા: ઇન્ડોનેશિયા, ચિલી અને કોંગો જેવા દેશોમાં ખાણ દુર્ઘટનાઓ અને અન્ય મુશ્કેલીઓને કારણે મેટલની ઉપલબ્ધતા ઓછી થઈ છે.

વધતી માંગ: રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ ધાતુઓની જબરદસ્ત માંગ નીકળી છે.

કઈ વસ્તુઓ થશે મોંઘી અને કેટલો વધશે ભાવ?

કાચા માલના ભાવ વધતા હવે આપણા રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થશે. ખાસ કરીને જેમાં તાંબા અને એલ્યુમિનિયમનો વધુ ઉપયોગ થાય છે તેવી વસ્તુઓ જેમ કે:

એર કંડિશનર (AC)

રસોડાના વાસણો (કુકર, તપેલા વગેરે)

બાથરૂમ ફિટિંગ્સ

ઈલેક્ટ્રિક સાધનો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સેક્ટરમાં કામ કરતી કંપનીઓ પોતાના પ્રોફિટ માર્જિનને જાળવી રાખવા માટે પ્રોડક્ટ્સની કિંમતમાં 5 થી 8 રૂપિયા કે ટકાવારીની દ્રષ્ટિએ નોંધપાત્ર વધારો કરી શકે છે. ભારતમાં MCX પર કોપરનો ભાવ 1,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે, જેમાં આ વર્ષે 6% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

એક્સપર્ટ શું કહે છે?

ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર, સપ્લાય ચેઈનમાં આવતી અડચણો અને સતત વધી રહેલા વૈશ્વિક રોકાણને કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમની આગાહી છે કે 2026 ના પહેલા 6 મહિના સુધી કોપરના ભાવ ઊંચા જ રહેશે. ટુંકમાં, સોના-ચાંદી બાદ હવે ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની તેજીએ સામાન્ય માણસના બજેટને ખોરવી નાખ્યું છે. જો તમે કોઈ ઈલેક્ટ્રોનિક્સ કે વાસણો ખરીદવા માંગતા હોવ, તો અત્યારે જ ખરીદી લેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-વેનેઝુએલા પર અમેરિકાના હુમલાથી સોના-ચાંદીમાં આવશે ભયંકર તેજી? ભાવ 1.40 લાખને પાર જવાની આગાહી, જાણો શું કહે છે એક્સપર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2026 4:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.