Appleનો મોટો ઝટકો, iPhone 18 Pro સિરીઝ અને ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ થતા જ જૂના મોડલ 65000 સુધી મોંઘા થયા
Apple દ્વારા નવી iPhone 18 Pro સિરીઝ અને કંપનીનો પ્રથમ ફોલ્ડેબલ ફોન iPhone Duo લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે, આ લોન્ચિંગ સાથે જ ભારતમાં iPhone 17, 16 અને Air ની કિંમતોમાં 65000 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે.
નવા લોન્ચ થયેલા iPhone 18 Pro ની ભારતમાં શરૂઆતી કિંમત 1,64,900 છે, જ્યારે અમેરિકામાં તે 1,199 ડોલરમાં મળશે.
ટેક દિગ્ગજ કંપની Apple દ્વારા નવી iPhone 18 Pro સિરીઝ માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ સાથે જ ચાહકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવો કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન 'iPhone Duo' પણ લોન્ચ કરી દેવાયો છે. જોકે, આ ખુશખબરની સાથે એપલે ભારતીય ગ્રાહકોને એક મોટો ઝટકો પણ આપ્યો છે. નવા મોડલ લોન્ચ થતાની સાથે જ કંપનીએ ભારતમાં પોતાના જૂના મોડલ્સની કિંમતોમાં 65,000 સુધીનો અધધ વધારો કરી દીધો છે.
જૂના iPhone મોડલ્સની કિંમતોમાં તોતિંગ વધારો
એપલના આ નિર્ણયથી iPhone 17, iPhone 17e, iPhone 16 અને iPhone Air ખરીદવાનું વિચારતા ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ પડશે. કયા મોડલ પર કેટલો ભાવ વધ્યો, તેની વિગતો નીચે મુજબ છે.
iPhone 17: 256GB વેરિઅન્ટની કિંમત 82,900 થી વધારીને 99,900 (17,000 નો વધારો) કરવામાં આવી છે. જ્યારે 512GB મોડલની કિંમત 1,02,900 થી વધીને 1,24,900 (22,000 નો વધારો) થઈ ગઈ છે.
iPhone 17e: આ મોડલના 256GB વર્ઝનનો ભાવ 64,900 થી વધારીને 79,900 (15,000 નો વધારો) અને 512GB નો ભાવ 84,900 થી વધારીને 1,04,900 (20,000 નો વધારો) કરાયો છે.
iPhone 16: આ સ્માર્ટફોનના 128GB વેરિઅન્ટમાં સીધો 20,000 નો વધારો ઝીંકાયો છે, જેનાથી તેની કિંમત 69,900 થી વધીને 89,900 થઈ ગઈ છે.
iPhone Air: કિંમત વધારામાં સૌથી મોટો ફટકો આ મોડલ પર પડ્યો છે. 256GB મોડલ 30,000 મોંઘુ થઈને 1,49,900 નું થયું છે. 512GB મોડલ 35,000 ના વધારા સાથે 1,74,900 અને 1TB મોડલ પર અધધ 65,000 ના વધારા સાથે નવી કિંમત 2,24,900 થઈ ગઈ છે.
નવી iPhone 18 Pro સિરીઝની કિંમત અને ફીચર્સ
નવા લોન્ચ થયેલા iPhone 18 Pro ની ભારતમાં શરૂઆતી કિંમત 1,64,900 છે, જ્યારે અમેરિકામાં તે 1,199 ડોલરમાં મળશે. બીજી તરફ, ધાંસૂ ફીચર્સ ધરાવતા iPhone 18 Pro Maxની ભારતમાં શરૂઆતી કિંમત 1,79,900 રાખવામાં આવી છે (અમેરિકામાં 1,299 ડોલર)
આ બંને નવા સ્માર્ટફોન 4 આકર્ષક કલરમાં ઉપલબ્ધ હશે: બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને બરગંડી. ભારતમાં આ ફોન 18 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે, જ્યારે તેની પ્રી-બુકિંગ ભારત સહિત 65 દેશોમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. સ્ટોરેજ મુજબ નવી સિરીઝની કિંમતો આ પ્રમાણે છે:
iPhone 18 Pro Max: 256GB (1,79,900), 512GB (2,04,900), 1TB (2,54,900) અને 2TB (3,29,900).
એપલનો પહેલો અને સૌથી મોંઘો ફોલ્ડેબલ ફોન: iPhone Duo
સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો કરતા એપલે પોતાનો સૌપ્રથમ ફોલ્ડેબલ ફોન 'iPhone Duo' લોન્ચ કર્યો છે. કંપનીના ઈતિહાસનો આ અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે. 'સ્ટાર વ્હાઇટ' અને 'નાઇટ સ્કાય' કલરમાં આવતો આ ફોન 23 ઓક્ટોબરથી ભારતમાં ઉપલબ્ધ થશે. તેના પ્રી-ઓર્ડર 16 ઓક્ટોબરથી શરૂ થશે.
આ ફોલ્ડેબલ ફોનની ભારતમાં કિંમતો જોઈએ તો: 256GB (2,99,900), 512GB (3,24,900), 1TB (3,74,900) અને ટોપ એન્ડ 2TB વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 4,49,900 ચૂકવવા પડશે.